રાેંગ સાઈડ પરની ડ્રાઈવિંગે લીધો જીવ: કેશોદમાં કારની ટક્કરે યુવકનું મોત

જય વિરાણી, કેશોદ

આપણી આસપાસ રોજ અકસ્માતના, રોડ એકસીડન્ટના કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે કેશોદમાં પણ કાલે રાત્રે રોડએકસીડન્ટની એક ઘટના બની છે. કેશોદ નેશનલ હાઇવે બાઈપાસ પર મોડી રાત્રે કાર અને બાઈકચાલક વચ્ચે ટક્કર થતાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મૃતકનું નામ યાકુબ શરીફભાઈ સીડા છે. કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને યુવક લોહીથી લથબથ થઈ ગયો હતો.

આ ઘટનામાં યાકુબ રોંગ સાઈડમાં જુનાગઢથી ગડુ તરફ જઈ રહ્યો હતો. ત્યાં સામેથી કાર આવતા બાઈકને જોરદાર ટક્કર મારી દીધી અને બાઈકચાલકનું મોત નીપજયું હતું. લોહીથી લથબથ યુવકને 108 મારફત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટનાની જાણ થતાં જુનાગઢ રહેતો મૃતકનો પરીવાર કેશોદ સરકારી હોસ્પિટલે પહોંચ્યો હતો.મૃતકને પોસ્ટમોટમ બાદ જુનાગઢ લઈ જવામાં આવ્યો.