Abtak Media Google News

-કોમર્સ સાઈટસને ઓર્ડરની ડિલિવરી માટે ડ્રોનની મંજૂરી

ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સરકારે આજરોજ ઈ-કોમર્સ સાઈટસને ઓર્ડરની ડિલિવરી કરવા માટે ડ્રોન વાપરવાની મંજૂરી આપી છે, એવિએશન સેક્રેટરી આર.એન.ચોબેએ જણાવ્યું હતું કે જો તમે ઓનલાઈન ખરીદી કરો તો ‘ડ્રોન’ ડિલિવરી બોય બનીને હવાઈ માર્ગ દ્વારા તમારી ઘરે પધારે. એવિએશન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું કે, એક તરફ સરકારે લાઈસન્સ વિના ૨૫૦ ગ્રામથી વધુ વજનના નાના ડ્રોન ઉડાડવા મનાઈ જાહેર કરી છે, તો બીજી તરફ એર રિકશા માટે ઈ-કોમર્સને મંજૂરી અપાઈ રહી છે. જો કે આ મંજૂરી માટે પણ ડ્રોન ઉડાડવાના અમુક કાયદાઓ બનાવાયા છે. જેમાં પ્રાઈવેટ ડ્રોન એવિએશનને નવતર રૂપ ન થાય માટે અમુક વિસ્તારમાં તેને ઉડાડવા માટે રોક લગાવવામાં આવશે. જેમાં એરપોર્ટ થી ૫ કિ.મી. રેડિયસમાં, ૫૦ કિ.મી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી તો દરિયાથી ૫૦૦ મિટરની દુરી રાખીને જ ડ્રોન ઉડાડી શકાશે.

જો કે ડ્રોન ઉડાડવા માટે તેના વજન પ્રમાણે ૫ અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે. ૨૫૦ ગ્રામથી ઓછા વજન ધરાવતા ડ્રોનને નેનો ડ્રોન કહેવામાં આવશે. તો અન્યને ચાર વર્ગ પ્રમાણે ગોઠવવામાં આવ્યાં છે, જેમાં ૨૫૦ ગ્રામથી લઈને ૨ કિલો, ૨.૨૫ કિલોથી લઈને ૨.૧૫૦ કિલો અને ૧૫૦ કિલોની શ્રેણી રાખવામાં આવી છે. બધા જ ડ્રોનને ડિજીસીએ અંતર્ગત રજીસ્ટ્રેશન ફરજીયાત છે. જેમને અલગ યુનિક આઈડેન્ટી નંબર આપવામાં આવશે. જે લોકો વધુ વજન વાળા ડ્રોનને ૨૦૦ ફૂટથી વધુ ઉડાડવા માગતા હોય તો તેને અનમેન્ડ એરક્રાફટ ઓપરેટરની મંજૂરી લેવી પડશે. નેનો ડ્રોન સિવાયના ડ્રોનમાં એન્ટી કોલિશન લાઈટ અને હોમ રિર્ટનની સુવિધા આપવામાં આવશે.

ચોબેએ જણાવ્યું હતું કે, તેઓ હાલ ટેકનોલોજી પર કામ કરી રહ્યાં છે. વર્ષ પૂરું થતાની સાથે જ ડ્રોનને વસાવવા માગતા ધારકોને ૩૦ દિસવનો સમય આપવામાં આવશે. આ એર રિકશા દ્વારા હવે ઈ-કોમર્સને નવી સુવિધા મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.