Abtak Media Google News

છેલ્લા અમુક સમયથી અટકી પડેલી આ ડિલને આખરે ઓપ આપવામાં આવી છે. અમેરીકાએ સ્યેશ્યિલ ડ્રોન ભારતને આપવા પોતાની તૈયારી બતાવી છે. ભારતમાં આતંકવાદીઓ ઘૂસણખોરી બાબતે હવે સમુદ્રી વિસ્તારોમાં માહિતી મેળવી તેને અટકાવી શકાશે. આ ખાસ ડ્રોનનું નામ સી ગાર્ડિયન રાખવામાં આવ્યું છે. તેનુ વેચાણ અમેરીકા માટે મહત્વનું પગલું છે.

આ ડ્રોન ભારતને ૨ અબજ ડોલરમાં પડશે અને તેનાથી અમેરિકામાં ૨૦૦૦ રોજગારી ઉભી થશે. અમેરિકાને આ ડ્રોન વહેંચીને આર્થિક ફાયદો થશે ત્યારે ભારતને સમુદ્રમાં સુરક્ષા મળશે. કારણ કે સામાન્ય રીતે ઘુસણખોરો સમુદ્રી માર્ગો પ્રવેશ માટે અપનાવતા હોય છે. તો મુંબઇના હુમલામાં પણ આતંકીઓએ સમુદ્રી માર્ગનો સહારો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.