રક્ષાબંધનના પૂર્વે સાયલાના શિરવાણીયા ગામે બહેનના એકના એક ભાઈનું ડુબી જતા મોત

રક્ષાબંધન આવે તે પહેલા બહેના એકના એક ભાઈનું ડુબી જતા મોત થયુ હોવાનો અરેરાટીભર્યો બનાવ સાયલા તાલુકાના શિરવાણીયા ગામની સીમમાં બન્યો હતો. સ્કૂલેથી છૂટી વાડી જઇને હોજમાં સ્નાન કરવા પડયો અને પાણીમાં ડુબી ગયો હોવાની ઘટનાથીે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

સ્કુલેથી છૂટી વાડી જઈ તરૂણે હોજમાં ન્હાવા પડયો તો: પરિવારમાં  અરેરાટી

બનાવની વિગતો એવી છે કે સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનો  ધુ્રમીલ ભનુભાઈ શાળામાંથી 12 વાગ્યે છૂટી વાડીએ ગયો હતો. ત્યાં પાણી પીવાના હોજમાં નહાવા પડતા ડૂબવાથી તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. તેના પગલે ગામમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

ધુ્રમીલ ભનુભાઈનો એકનો એક પુત્ર હતો અને વર્ગમાં પ્રથમ નંબર લાવતો હોંશિયાર વિદ્યાર્થી હતો.

તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે તેણે ઇનામ પણ મેળવ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.