રંગીલા રાજકોટમાં નશાનું દુષણ: ક્યાં પકડાયો 8.4 કિલો ગાંજાનો જથ્થો ?

રાજકોટમાં બોલબાલા માર્ગ પર ગાંજાની ડિલેવરી કરતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 8 કિલો ગાંજાના જથ્થો મળી કુલ રૂા.1 લાખ 5 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

એક્ટીવા ઉપર ડીલેવરી કરવા જતાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

મળતી માહિતી મુજબ ઘનશ્યામનગરમાં રહેતો આકાશ રસિક સાગઠીયા નામનો શખ્સ જે એક્ટીવામાં ગાંજાની ડિલેવરી કરવા બોલબાલા માર્ગ પર નીકળો છે જેની બાતમી પીએસઆઇ એમ.વી.રબારી અને સ્ટાફને મળતાં બોલબાલા માર્ગ પર વોચ ગોઠવી અને શખ્સ ત્યાંથી પસાર થતા તેને દબોચી તેની તપાસ લેતાં એક્ટીવામાંથી 8 કિલો 4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને તેની વિરુધ્ધ ગુંનો નોધી કુલ રૂા.1,05,540નો મુદ્ામાલ કબ્જે કર્યો છે અને વિશેષ પુછતાછ હાથ ધરી છે.