વડોદરાની જી.કે.મારબલ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીનું સંયુક્ત સફળ ઓપરેશન: કંપનીમાંથી 200 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

વડોદરામાં ગઇકાલ રાતથી ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત રીતે ડ્રગ્સ બાબતે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આજરોજ બંને ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ જી.કે.મારબલ કંપનીમાંથી કરોડો રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ બરામત કર્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા અને ભરૂચમાં ગઇકાલ રાતથી ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી વડોદરામાં ડ્રગ્સને નાબૂદ કરવામાં ચાલતી મૂહિમ અંતર્ગત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાની જી.કે. મારબલ કંપનીમાંથી કરોડો રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ બરામત કરવામાં આવ્યું છે.

વિગતો મુજબ વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. નેક્ટર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ફેક્ટરીમાંથી 1 હજાર કરોડની કિંમતનું 200 કિલો MD ડ્રગ્સ પકડાયું હોવાની આશંકા છે. આટલો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ ATSની ટીમે તપાસ માટે ફોરેન્સિક અધિકારીઓને બોલાવ્યા છે અને કંપનીમાં કાર્યવાહી ચાલી રહી છે.

સાવલીના મોક્ષી ગામની નેક્ટર કેમ્પ ફેક્ટરીમાં ગુજરાત ATS અને વડોદરા જઘૠના સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. 200 કિલોની આસપાસ 1 એમડી ડ્રગ્સ હોવાની સાંભવના છે. 1 હજાર કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ હોવાની પોલીસને આશંકા છે. ગુજરાત ATS થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરશે.

કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ બનતુ હતું મોક્ષી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી છે અને કંપનીની પાછળના ભાગે MD ડ્રગ્સ આવતુ હતું. આ માહિતી મળતા જ ગુજરાત ATS અને વડોદરા જઘૠના 25થી વધુની ટીમે દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટાપાયે MD ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ATSના ઉચ્ચ અધિકારીઓ, FSL, પોલીસની વિવિધ બ્રાંચો અને મામલતદાર સહિ ના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.