- અમદાવાદ : હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અ*કસ્માત
- સ્થાનિકો સાથે પણ કરી મારામારી
ગુજરાતમાં અવારનવાર અ*કસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અ*કસ્માત નો કહેર જોવા મળી રહ્યો છે. ગમખ્વાર અ*કસ્માત માં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં પણ દારુના નશામાં બેફામ કાર ચલાવતા નબીરાઓ અ*કસ્માત સર્જ્યો છે. ત્યારે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
હિમાલયા મોલ પાસે થાર ચાલકે અ*કસ્માત સર્જયો છે. અ*કસ્માત બાદ રાહદારી સાથે મારમારી પણ કરી છે. ઘટના બાદ લોકોના ટોળાએ કાર ચાલકને આડેહાથ લીધો છે. વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકની ધરપકડ કરીને 2 ફરિયાદ નોંધી છે.
ટ્રાફિકનું સિગ્નલ બંધ હોવા છતાં નશામાં ધૂત આકાશે અ*કસ્માત સર્જ્યો હતો
View this post on Instagram
અમદાવાદમાં નશેડી નબીરાએ આ*તંક મચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલય મોલ પાસે નશામાં ચૂર કારચાલકે અ*કસ્માત સર્જી સ્થાનિકો સાથી ગુંડાગર્દી કરી હતી. પોલીસની હાજરીમાં હાથમાં પથ્થર લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. બેફામ નબીરાનું નામ આકાશ ઠાકોર હોવાનો ખુલાસો થયો છે..પોલીસે આ સંદર્ભે કારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાનો પણ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આકાશ ઠાકોરે અ*કસ્માતોની હારમાળા સર્જી ગુંડાગર્દી કરી હતી. નશામાં ધૂત આકાશ ઠાકોરે લોકો સાથે મારામારી કર્યાનો આરોપ છે. હાથમાં ઈંટ અને પથ્થર લઈ મારામારી કરવાનો આકાશ ઠાકોર પર આરોપ છે. ટ્રાફિકનું સિગ્નલ બંધ હોવા છતાં નશામાં ધૂત આકાશે અ*કસ્માત સર્જ્યો હતો. આકાશ ઠાકોરનું હાલ મેડિકલ તપાસ ચાલી રહી છે. પોલીસની હાજરીમાં જ નશામાં ધૂત નબીરાએ આ*તંક મચાવ્યો હતો. આકાશ ઠાકોર શ્રીનારાયણ બંગ્લોઝમાં રહે છે.
નશામાં ધૂત કારચાલકે 3 વાહનોને લીધા અડફેટે
ઉલ્લેખનીય છે કે ત્યારે અમદાવાદના હિમાલયા મોલ પાસે થાર ચાલકે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. હિમાલયા મોલ પાસે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ ઘટના અંગે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારુ પીને ગાડી હંકારવી અને લોકો સાથે મારામારી કરવી જેવા ગુના નોંધ્યા છે. હવે પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
અમદાવાદ રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે
અમદાવાદમાં રોગ સાઇડમાં વાહન ચલાવશો તો હવે માત્ર દંડ ભરીને મુક્તિ નહિ મળે પરંતુ આપના વિરૂદ્ધ ટ્રાફિના ઉલ્લંઘનને લઇને ફરિયાદ પણ થશે.અમદાવાદમાં સતત વધતા જતાં ટ્રાફિક અને તેમાં પણ રોંગ સાઇડમાં વાહન ચાલવવાના વલણના કારણે અ*કસ્માત ની સંખ્યા વધી છે. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવતા વાહનોના કારણે અનેક વખત નિર્દોષ અ*કસ્માત નો ભોગ બને છે. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે હવે સખત વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં વધતાં જતાં અ*કસ્માત ના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. આ પગલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.