Abtak Media Google News

રાજકોટના પ્રશ્ર્નો ઉકેલવામાં નિષ્ફળ નિવડતા મેયર સામે બંગડી ફેંકાઇ કોર્પોરેટરો માસ્ક પહેરી જનરલ બોર્ડમાં પહોંચ્યા અને દવાનો છંટકાવ કર્યો પ્રશ્ર્નોને લઈ સામ-સામી બોલાચાલી બાદ વોર્ડ વાઈઝ પ્રશ્ર્નો સાંભળવા જનરલ બોર્ડ એક કલાક લંબાવાયું

આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ડ્રેનેજ, મચ્છર, પીવાના પાણી સહિતના પ્રશ્ર્ને માહોલ ઉગ્ર બન્યો હતો. જેમાં ૨૦ જેટલા કોર્પોરેટરો દ્વારા ટીપી, આરોગ્ય, રોશની સહિતના પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતા. જનરલ બોર્ડની શ‚આતથી જ કોંગ્રેસ લડાયક મુડમાં આવ્યું હતું અને મેયર સામે બંગડીના ઘા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છરના ત્રાસને લઈને પણ જનરલ બોર્ડનો માહોલ ઉગ્ર બન્યો હતો. દર બે મહિને મળતા રાજકોટ મનપાનું જનરલ બોર્ડ રાજકીય અખાડો બની ગયું હતું. ૭૨ નગરસેવકોમાંથી ભાજપ કોંગ્રેસના મળી માત્ર ૨૦ નગરસેવકોએ પ્રશ્ર્નો ઉઠાવવાની તસ્દી લીધી હતી જેમાં રસ્તા, ડ્રેનેજ સહિતના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે હોબાળો શ‚ થતાં વાતાવરણ તંગ બન્યું હતું.વધુમાં જનરલ બોર્ડમાં મુકાયેલા ૪૭ પ્રશ્ર્નોમાં ડ્રેનેજ, રસ્તા, પાણી અને સફાઈ આરોગ્ય, ટીપી, રોશની તેમજ બાગ-બગીચા અને ચોકના નામકરણની ૭ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાયા હતા. જનરલ બોર્ડમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ સહયોગ આપી રાજકોટના પ્રશ્ર્નો ઉકેલવાની દિશામાં તંદુરસ્ત ચર્ચા કરી હતી. જનરલ બોર્ડમાં મુખયત્વે ગંદા પાણી, મચ્છરોના ત્રાસ સહિતના પ્રશ્ર્નો ઉઠયા હતા. શ‚આતમાં કોર્પોરેટરો સ્વાઈન ફલુના પગલે માસ્ક પહેરીની પહોંચ્યા હતા અને મેયર સામે દેખાવો કર્યા હતા. વધુમાં રાજકોટના પ્રશ્ર્નોનો ઉકેલ થતો ન હોવાથી મેયર સામે બંગડીઓ ફેંકી હતી.ભાજપના કોર્પોરેટર ઉદયભાઈ કાનગડે રાજકોટના પ્રશ્ર્નો મુદ્દે રાજકારણ મુકીને લોકોના ઉપયોગી કામગીરી કરવા અપીલ કરી હતી. બીજી તરફ જનરલ બોર્ડમાં અધિકારીઓ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, અધિકારીઓ કોર્પોરેટરોના ફોન રીસીવ કરતા નથી અને કામના સમયે પણ ઘરે જોવા મળે છે. આ ઉપરાંત વિપક્ષે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, શાસક અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. અધિકારીઓ ખોટુ બોલીને શાસકોને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યાં છે. ચાર લાખ લોકોના ઘરમાં દવાના છંટકાવ સહિતની કામગીરી થઈ હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આવી કામગીરી થઈ હોય તેવું લાગતું નથી.આ ઉપરાંત ડ્રેનેજ બાબતે પણ પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો કે, છેલ્લા ઘણા વર્ષોથી માત્ર એક જ કોન્ટ્રાકટરને ડ્રેનેજ બાબતે કામગીરી સોંપવામાં આવે છે. ખરેખર નવા કોન્ટ્રાકટરોને પણ મોકો આપવો જોઈએ જેથી કામગીરીમાં નવીનતા પણ જોવા મળે. જનરલ બોર્ડમાં એવી અપીલ પણ થઈ હતી કે, દિવાળી પહેલા રાજકોટના તમામ પ્રશ્ર્નોનો ઉકેલ આવે તે માટે અસરકારક કામગીરી થાય તે બાબતે ભાર મુકવો જોઈએ.ઘણા વિસ્તારોમાં ટેકસ વસુલી લેવામાં આવે છે પણ લોકોને પાણી સહિતની સુવિધાઓનો લાભ મળતો નથી. ત્યારે હવે આવા વિસ્તારો તેમાં પણ વોર્ડ નં.૧૧ના પ્રશ્ર્નો ઉકેલાતા ન હોય તો પછી કર શુકામ વસુલવામાં આવે છે. ભારે વરસાદને પગલે રાજકોટના માર્ગો બિસ્માર બન્યા છે તેનો પણ મુદ્દો જનરલ બોર્ડમાં ઉઠયો હતો. જો કે ઉગ્ર વાતાવરણ બાદ વોર્ડ વાઈઝ દરેક કોર્પોરેટરોના પ્રશ્ર્નો સાંભળવાની અપીલને તમામે આવકારી હતી અને બે કલાક સુધી જનરલ બોર્ડ ચાલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.