Abtak Media Google News

કોરોના વાયરસને નાથી મહામારીમાંથી મુક્ત થવા દરેક દેશની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી માસમાં રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી પહોચાડવાની વ્યવસ્થાની ચકાસણી કરવા આજથી તમામ રાજયોનાં ૧૧૬ જિલ્લામાં ડ્રાયરન શરૂ થઈ ગયું છે. ડ્રાયરનના ડેટાના આધારે રસીકરણ ઝુંબેશનો તખ્તો તૈયાર થશે. પંજાબ, ગુજરાત, અસમ અને આંધ્રપ્રદેશમાં સફળ ડ્રાયરન બાદ હવે, તમામ રાજયોનાં મુખ્ય મથકોમાં રિહર્શલ કરવામાં આવી રહ્યું છે. પાટનગરોમાં નિર્ધારિત કેન્દ્રો પર સવારથી ૯ વાગ્યાથી લઈ ૪ વાગ્યા સુધી મોકડ્રિલ હાથ ધરાશે.

Screenshot 1 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.