Abtak Media Google News

કોરોના સંક્રમણના પગલે યુનાઇટેડ આરબ અમીરાત સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોને સમયના તકાજાને લઈને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દુબઈ સરકારે એપ્રિલ 25થી ભારતીય મુસાફરો માટે દુબઇના દરવાજા કોરોનાને લઈને બંધ કરી દીધા હતા.

યુએઇ સરકારના આ પ્રતિબંધને 14મી જૂન સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.દુબઈ ભારતીયો માટે સૌથી વધુ પસંદગીનું પર્યટન સ્થળ બની રહ્યું છે. કોરોના શંકાસ્પદ મુસાફરોના પગલે સરકારે 14 જૂન સુધી ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દુબઈ સરકારના ગોલ્ડન વિઝા અને રાજદ્વારી વ્યક્તિઓ માટે પ્રતિબંધો લાગુ નહીં પડે. કોરોનાની લહેર આ વખતે 20 જેટલા દેશોએ ભારતમાંથી આવતા મેસેન્જર પર પ્રતિબંધ મુકયો હતો. જેમાં કેનેડા, હોંગકોંગ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની અને દુબઈ સહિતના દેશોએ આ નિર્ણય લીધો હતો.

વર્તમાન પરિસ્થિતિને લઈને ભારતીયો પરના પ્રતિબંધનો ગાળો વધારીને 14 જૂન સુધી લંબાવી દેવાના અત્યાર ની પરિસ્થિતિ લોકો સુધી તો બુકિંગ ન કરાવે તે જ આવક હોવાનું સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દુબઇના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બિઝનેસ ક્લાસમાં માત્રને માત્ર આઠ મુસાફરોની હવાઈયાત્રા ને મંજૂરી આપી છે બિઝનેસમાં 35 મુસાફરોની ક્ષમતા વાળા આ વિમાનોમાંનું પાલન કરવાનું જણાવાયું છે.

આ પ્રતિબંધો ચાર્ટર અને બિઝનેસ ક્લાસ લાગુ પડશે અને આઠ મુસાફરો વધારેનું પરિવહન નહીં કરી શકાય યુએઈ સરકારે ભારતમાંથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.