Abtak Media Google News

સોનાના બિસ્કીટને રોકાણ તરીકે ગણતુ હોય તેના પર વેટ નહીં લાગે

ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલે આગામી જાન્યુઆરી ૨૦૧૮થી સોનાની ઝવેરાત પર પાંચ ટકા વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) લાદવાનો નિર્ણય લીધો છે. આને કારણે ભવિષ્યમાં દુબઇથી લાવવામાં આવતા સોનાના ઝવેરાત મોંઘા બનશે. જીસીસી દ્વારા બિન-આવશ્યક સામાન જેવા કે ટોબેકો, બ્રુવરેજીસ અને લક્ઝરી કાર પર વેટ વધારવાની સાથે એક્સાઇઝ ડ્યૂટી ૫૦ ટકાથી ૧૦૦ ટકા સુધી વધારવાનો પણ નિર્ણય લીધો હોવાથી દુબઇથી દાણચોરીથી આવી આઇટમ લાવવી મોંઘી બની શકે તેમ જાણવા મળે છે.

ચોક્કસ પ્રોડક્ટ પરની માત્ર વેટ જ નહીં પણ એક્સાઇઝ ડ્યૂટી વધારવાનો નિર્ણય લેવાયો છે. આને કારણે ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

મુંબઇસ્થિત એક બુલિયન ડીલરે કહ્યું હતું કે, સોનાના બિસ્કિટને રોકાણ તરીકે ગણવામાં આવતાં તેને બાકાત રાખવામાં આવી શકે પણ સોનાના ઝવેરાત પર ચોક્કસ વેટ લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.