દુબઈના ગોલ્ડન વિઝાએ ભારતીયો માટે સુવર્ણ તક ઉભી કરી

ઘરથી દૂર એક ઘર

વિઝા પોલિસીમાં રાહત મળતા ત્યાં રોકાણ કરીને નવું ઘર વસાવવાનો ટ્રેન્ડ વધ્યો

દુબઈના ગોલ્ડન વિઝાએ ભારતીયો માટે સુવર્ણ તક ઉભી કરી છે. યુએઇએ વિઝા પોલિસીમાં રાહત આપતા ભારતીયોમાં ત્યાં રોકાણ કરીને નવું ઘર વસાવવાનો ટ્રેન્ડ વધ્યો છે.

સંયુક્ત આરબ અમીરાતમાં ગોલ્ડન વિઝાના નિયમો બદલાયા છે જેના કારણે વૈભવી ઘરોની માંગ વધી છે. કારણ કે મોટાભાગના ભારતીયો દુબઈને તેમના બીજા ઘર તરીકે પસંદ કરે છે.  યુએઇના પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટના જણાવ્યા અનુસાર, દુબઈના ડેવલપર્સ જે સૌથી વધુ માંગને આકર્ષે છે.  ખરીદદારોને નવા નિયમો અને તેના ફાયદાઓથી વાકેફ કરવા તેઓએ ભારતમાં પ્રોપર્ટી નિકાસનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. દુબઈમાં કોઈ કેપિટલ ગેઈન ટેક્સ નથી જે રિયલ એસ્ટેટમાં રોકાણને આકર્ષક બનાવે છે.

પૂછપરછમાં ઓછામાં ઓછો 10 થી 15 ટકાનો વધારો

નિષ્ણાંતોએ કહ્યું હતું કે, 2021ના સમાન સમયગાળાની સરખામણીએ 2022ના પ્રથમ છ મહિનામાં પૂછપરછમાં ઓછામાં ઓછો 10 થી 15 ટકાનો વધારો થયો છે.  ઓછા ભાવે દુબઈમાં વૈભવી ઘરને ખૂબ જ આકર્ષક બનાવ્યું છે.’  દુબઈની ભારત સાથેની નિકટતા સહિતના અનેક પરિબળો માંગને આગળ ધપાવે છે.  પ્રોપર્ટીના મર્જરને ગોલ્ડન વિઝા માટે લાયક બનવાની મંજૂરી આપતા સુધારેલા કાયદા સાથે, ભારતીયો ઉપરોક્ત નિયમોને અનુરૂપ ઘણી મિલકતો પસંદ કરી રહ્યા છે.

વિઝાનો સમય બમણો કરાયો, રોકાણની મર્યાદા ઘટાડીને અડધી કરાય

ભારતીયોને દુબઈમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે, યુએઇએ ગોલ્ડન વિઝા માટે લાયક બનવા માટે જરૂરી લઘુત્તમ રોકાણ 5 મિલિયનથી ઘટાડીને 2 મિલિયન (અંદાજે રૂ. 4.2 કરોડ) કર્યું છે અને વિઝાની મુદત 5 વર્ષ સુધી લંબાવીને 10 વર્ષ સુધીની કરાઈ છે. 2022ના પ્રથમ 6 મહિનામાં દુબઈમાં પ્રોપર્ટીનું વેચાણ 60 ટકા વધીને 43,000 યુનિટથી વધુ થયું છે.