સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ માટે દુબઈ ના વેપાર સંબંધો શુકનવંતા સાબિત થશે.!!

 

ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું વિશાળ કદ ધારણ કરવા મક્કમ પણએ આગળ વધી રહ્યું છે, ત્યારે અર્થતંત્રને વિસ્તારવા માટે ખેતી પછી વેપાર ઉદ્યોગ નું મહત્વ અને રહેલી તકો હવે પરિણામદાયી તબક્કામાં પ્રવેશી રહી છે, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ના અભિયાન થકી અર્થતંત્ર ની સાથે સાથે વિકાસદર ઊંચે લઈ જવાના લક્ષ્ય સિદ્ધિ માટે કરવામાં આવી રહેલ તબક્કાવાર આયોજનમાં ખેતી ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન વધુ બળવત્તર બનાવી વિદેશી નિર્ભરતા ઘટાડવા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ખાધતેલમાં આત્મનિર્ભર બનવા માટે તેલીબિયાંની ખેતી અને પ્રોત્સાહન પેટ્રોલ-ડીઝલ પેટ્રોલિયમ પેદાશો ની આયાત ઘટાડવા માટે પુન પ્રાપ્ય ઊર્જા નો ઉપયોગ, વાહનોનું વિદ્યુતીકરણ જેવી નીતિ વિષયક પ્રક્રિયા પરિણામદાયી બની રહી છે. ત્યારે વેપાર-ઉદ્યોગમાં પણ ભારત હવે ધીરે ધીરે વિશ્વ સમોવડિયો બનતું જાય છે તાજેતરમાં જ દુબઈ સાથે ભારતની વેપાર સંધિ ના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગો અને મોટી તક મળશે. દુબઈ સાથેનાવેપાર કરાર થી સૌરાષ્ટ્રના આયાત નિકાસ ને વેગ મળશે ,ખાસ કરીને સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે તો દુબઈ સાથેના વ્યવહારમાં સૌરાષ્ટ્ર જેમ્સ એન્ડ જ્વેલરી બ્રાસપાર્ટ, એન્જિનિયરિંગ ટેક્સટાઇલ કેમિકલ મશીનરી અને એગ્રી પ્રોડક્ટ નિકાસની મોટી તક રહેલી છે, દુબઈ સાથે ભારત દ્વારા કરવામાં આવેલા વેપાર કરાર માં ભારત અને યુએઈ વચ્ચે ના વેપાર વ્યવહારમાં એન્જિનિયરિંગ અને એગ્રી પ્રોડક્ટ માટે મોટી તકો ઊભી થશે જે સૌરાષ્ટ્ર ની સાથે સાથે દેશના અર્થતંત્ર માટે શુકનવંતુ સાબિત થશે