પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:ઓખાથી ઉપડનારી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25-ર ના રોજ ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને 22.2 ના રોજ કામખ્યા થી ઉપડનારી કામાખ્યા-ગાંધીધામ એક્સ્પ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટ ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.23.2ના રોજ ઓખાથી ઉપડનારી ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25.2 ના રોજ બનારસ થી ઉપડનારી બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગરાફોર્ટ-કાનપુર ના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.