Abtak Media Google News

ગુજરાત રાજ્યમા ચોમાસાની પહેલી સીઝનમા જ કેટલાક શહેરોમા જળબંબાકાર થયો છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામા નહિવત વરસાદ હોવાના લીધે ખેડુતો મુંઝાયા છે જ્યારે વરસાદ પણ નહિવત હોય અને કેનાલોમા પણ પાણી ખુબજ ઓછુ હોય જેથી ધ્રાગધ્રા પંથકના ખેડુતોને પોતાના પાક માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે

ત્યારે ખેડુતોએ પોતાના ખેતરોમા પાક ઉગાડી હવે પાણીની વિકટ સમશ્યા સજાઁતા પાક બળી જવાની ભિતી ઉદભવ થઇ છે ત્યારે ધ્રાગધ્રા પંથકના તમામ ખેડુતો દ્વારા નમઁદા કેનાલની મોરબી બ્રાન્ચમાથી ધ્રાગધ્રા પંથકના કેટલાક ખેડુતોને પાણી આપવામા આવે તેવી રજુવાત સાથે ડે.કલેક્ટર પ્રજ્ઞાબેન મોણપરાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમા તેઓએ રજુવાત કરી હતી કે ધ્રાગધ્રા પંથકમા સૌથી વધુ પાક કપાસનો થાય છે

સાથે પાણીની અછતના લીધે વાવેતરમા હવે ખેડુતોને પાણી ન મળતા આત્મહત્યા કરવાના દિવસો આવી ગયા છે જેથી સરકાર પાસે નમ્ર અરજ કરી તમામ ખેડુતોને પાણી પુરુ પાડવાની સહાય કરે નહિ તો અગામી સમયમા ખેડુતો આંદોલનનો રસ્તો અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.