Abtak Media Google News

ભગવાન અય્યપાના જગવિખ્યાત સબરીમાલા મંદિરમાં ચાલી રહેલી બે માસ લાંબી વાર્ષિકુજા પણ બંધ રખાશે

ભગવાન અય્યપાના જગવિખ્યાત સબરીમાલા મંદિરમાં ચાલી રહેલી બે મહિના લાંબી વાર્ષિક પુજામાં આગામી ૨૬મી ડીસે. ચાર કલાકનો વિક્ષેપ આવશે. સૂર્યગ્રહણને કારણે ૨૬મીએ મંદિરનાં કમાડ ભકતો માટે ચાર કલાક સુધી બંધ કરી દેવામાં આવશે.

દેવાશ્રમબોર્ડ મંદિરની કાર્યવાહી સમિતિ કે જે પર્વતપરનાં આ તીર્થધામની આ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે તેમણે રવિવારે જાહેરાત કરી હતી. કે સૂર્યગ્રહણના દિવસે ૨૬મી મંદિરના દરવાજા સવારે સાડા સાત વાગ્યાથી ૧૧.૩૦ સુધી બંધ રહેશે. આ દિવસે ૮.૦૬ મીનટિથી ૧૧.૩૩ મીનીટ સુધી સૂર્યગ્રહણ થશે.

7537D2F3 1

મંદિરને નિત્યપૂજા અને નૈયાભિષેક વિધિ બાદ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ સૂર્યગ્રહણની સમાપ્તીબાદ પૂન્યમાહ વિધિ કરીને ચાર કલાક બાદ મંદિરના દરવાજા પૂન: ખોલવામાં આવશે. સબરીમાલાના મુખ્ય પુજારી મહેશ મહિનઆરૂએ માહિતી આપી હતી મુખ્ય વ્યવસ્થાપકને સૂચના આપી હતી કે સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરના ગર્ભગૃહના દરવાજા ખૂલ્લા રાખવા યોગ્ય ન ગણાય, ત્રવણકૌર દેવાશ્રમબોર્ડ સંચાલીત અન્ય મંદિરો મલ્લિકાપૂરમ અને શ્રંબાતિર્થસ્થળ પર સૂર્યગ્રહણ દરમિયાન બંધ રહેશે.

સબરીમાલા ધર્મસ્થળમાં મંડલમ મકરબિલ્લાક મહોત્સવ નવે. ૧૭થી શરૂ થયો છે આ વાર્ષિક મહોત્સવમાં દરરોજ ભાવિકોનો ભારે ઘસારો થઈ રહ્યો છે. ૨૬મી સૂર્યગ્રહણને લઈને મંદિરના દરવાજા ચાર કલાક બંધ રાખવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.