Abtak Media Google News

ગત વર્ષ કરતા ૪ ટકા વેરો વધતા રાખડીના ભાવમાં વધારો

ધોરાજી માં શ્રાવણ માસ નો આરંભ થયો અને સાથોસાથ રક્ષા બંધન તહેવાર ના થોડા દિવસો જ બાકી હોય ત્યારે જીએસટી ચાર ટકા રાખડી માં લદાતા મટીરીયલ મોંઘુ થતાં રાખડી માં પણ મોઘારત જોવાં મળી છે રક્ષા બંધન તહેવાર એટલે ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ગણાય છે જેમાં બહેન પોતાના  ભાઈને રાખડી બાંધીને રક્ષા રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે ગત વર્ષે કરતાં જીએસટી ચાર ટકા થી બહેન અને ભાઈ બહેન નો પવિત્ર તહેવાર પણ થોડો મોંઘો થયો છે વેપારી ઓ ચિંતીત થયાં છે હજું જોઈ એવી ગ્રાહકી નથી જોવા મળી નથી જ્યારે બહેનો રાખડી લેવા માટે થોડી વધું રકમ આપવામા આવતાં હેરાન થઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.