Abtak Media Google News

માનવ પહેલા સપનાં જુએ અને પછી સંજોગો આ સપનાંને સાકાર કરવાની માનવજાતને પ્રેરણા આપે.ત્યારબાદ જે જનતા સમક્ષ જે કાંઇ નવું આવે તે સંશોધન..!  કહેવાય છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. આવી જ કોઇ ધારણા અને સપનાંનો સમન્વય એટલે ડ્રોન. 21 મી સદીનાં પ્રારંભે બાળકોનાં રમકડાં રૂપે ડ્રોનનો વપરાશ શરૂ થયો જેનો સુધારેલો અવતાર લગ્ન કે જાહેર પ્રસંગોએ આસમાનમાંથી શુટીંગ કરવામાં વપરાવાનું શરૂ થયું. હવે તેનો સંપૂર્ણ કમર્શિયલ અને ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગ શરૂ થઇ ગયો છે.

સામાન્ય માનવી જેની કલ્પના પણ ન કરી શકે એટલું મોટું માર્કેટ આગામી દિવસોમાં ડ્રોનનું હોઇ શકે છે. ભારતમાં તો હજુ હવે તેનો વ્યાપ વધી રહ્યો છૈ પરંતુ અમેરિકા તથા ચીન જેવા દેશોમાં ડ્રોનનો મોટા પાયે ઉપયોગ થાય છે.ભારત સરકારે આ મુદ્દે બારિક અવલોકન કર્યુ  અને ભારતમાં આયાતી ડ્રોનની ખરીદી કરવા ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરીને મેઇક ઇન ઇન્ડિયા ક્ધસેપ્ટને પીઠબળ આપ્યું છે.

2020 નાં આંકડા બોલે છે કે અમેરિકામાં ક્ધઝ્યુમર ડ્રોનનું માકેર્કેટ 1.25 અબજ ડોલરથી વધારેનું થઇ ગયું હતું. ગોલ્ડમેન શાષ જેવી કંપનીએ વરતારો આપ્યો છે કે આગામી દિવસોમાં ડ્રોનનો કારોબાર 100 અબજ ડોલરે પહોંચશે.યાદ રહે કે 2018 માં ડ્રોનનું વૈશ્વિક બજાર 14 અબજ ડોલરનું હતું જે 2024 સુધીમાં સરેરાશ 20.5 ટકાનાં દરે વધીને 43 અબજ ડોલરનું થવાનું અનુમાન મકાયું છે. હાલમાં અમેરિકા ડ્રોનનાં બજારમાં પ્રથમ સ્થાને છે જ્યારે ચીન બીજા સ્થાને છે.વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ડ્રોનનાં વિકાસ માટે ત્રણ અબજ ડોલરનું રોકાણ થયું છે જેમાંથી 702 લાખ ડોલરનું રોકાણ 2018 માં જ થયું છૈ.

આમ તો ચીન ડ્રોનનાં ઉત્પાદનનું મોટું મથક ગણાય છે. સૌથી મોટી ડ્રોન મેન્યુફેક્ચરીંગ કંપની ડી.જે. આઇ, ગ્લોબલ માર્કેટનો 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.પરંતુ ભારત સરકારની આગામી રણનીતિ ચીનને હંફાવવાનાં સંકેત આપી રહી છે. 140 કરોડની આબાદી વાળા દેશમાં હવે સંરક્ષણ વિભાગ તથા વ્યવસાયિક વિભાગ થી માંડીને કૄષિમાં પણ ડ્રોનનો ઉપયોગ કરવા માટે સરકારે બનાવેલી ડ્રોન પોલીસી કહે છે કે હવે તમામ ક્ષેત્રોમાં સ્વદેશી ડ્રોન જ વપરાશે. હાલમાં જ દિલ્હીમાં સંપન્ન થયેલા ડ્રોન ફેસ્ટિવલમાં 150 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આઇડ્યિા ફોર્જ, મેપ માય ઇન્ડિયા, અદાણી ડિફેન્સ તથા  ઇ.એેસ.આર.આઇ જેવી કંપનીઓની અંહી હાજરી જ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ભારતમાં ડ્રોન કલ્ચર કેટલું ઝડપથી વિકાસ પામી રહ્યું છે?હવે પછી ભારતમાં જ ડ્રોન રિક્રીએશન,વ્યવસાયિક તથા સુરક્ષા એમ તમામ ક્ષેત્ર માટેનાં ડ્રોન તૈયાર કરવામાં આવશે.

આ ઇન્ડસ્ટ્રીનાં મોટા માથાં કહે છે કે 2026 સુધીમાં ભારતમાં ડ્રોનનું બજાર 1.81 અબજ ડોલર એટલે કે 13000 કરોડનો આંક આંબી જશે. જો કે ડ્રોન ફેડરેશન આગમી પાચ વર્ષમાં ભારતમાં આ બજાર 50000 કરોડ રૂપિયાનો આંક વટાવી જશે.

ભારતની ગત પ્રજાસત્તાક દિવસની પરેડમાં 1000 ડ્રોનને સાથે હવામાં રાખીને જે વૈશ્વિક નકશો રજૂ કરાયો હતો તે સબિત કરે છે કે ભારતની કંપનીઓની ક્ષમતા કેટલી મજબુત છે. આજે રશિયા, અમેરિકા તથા ચીન પણ વધુમાં વધુ 1000 ડ્રોન સાથે રાખી શકે છે. ટૂકમાં ભારત સરકાર આપણા દેશને ડ્રોન ઉત્પાદનનું હબ બનાવવા માંગે છે. આગામી દિવસોમાં ભારતમાં ફોટોગ્રાફી, કૄષિ, માઇનીંગ, ટેલિકોમ, ઇન્શ્યોરન્શ, ઓઇલ એન્ડ ગેસ, ડિફેન્સ, ક્ધસ્ટ્રક્સન, ટ્રાન્સપોર્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વાઇલ્ડ લાઇફ, વન વિભાગ તથા હોસ્પિટાલટિી જેવા સેક્ટરોમાં ભારત ડ્રોનનો ઉપયોગ કરતું થઇ જશે.સરકારે આ ઇન્ડ્સ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે નિયમો પણ હળવા કર્યા છે. ઉત્પાદન માટે જરૂરી પરવાનગીનાં ફોર્મની સંખ્યા 25 થી ઘટાડીને પાંચ કરી નાખી છે.તથા વિવિધ 72 જાતની ફી હતી તે ઘટાડીને માત્ર ચાર ફી કરવામાં આવી છે.

કદાચ આજ કારણ છે કે એક સાથે સંખ્યાબંધ કંપનીઓ આ સેક્ટરમાં ઝંપલાવી રહી છે. સરકાર આગામી વર્ષમાં ભારતમાં આ સેક્ટરમાં 10 લાખ નવી રોજગારી ઉભી કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. તથા ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 900 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક ધરાવે છે. જે આગામી ત્રણ વર્ષમાં 15000 કરોડનું થઇ શકે છે.જો સરકારની યોજનાઓ સાચી દિશામાં કામ કરે તો આગામી પાંચ વર્ષમાં હવામાન, પાકની સ્થિતી, પેસ્ટીસાઇડનાં છંટકાવ, નાની-મોટી કુરિયર સેવા, આફતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી તથા આતંકવાદીઓનાં અડ્ડા જાણવા માટે હવામાં પંખીઓની જેમ ડ્રોન ઉડતા જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.