Abtak Media Google News

સદનસીબે ડિલિવરી સફળ રહેતા પ્રસુતાએ બે જોડિયા બાળકીને જન્મ આપ્યો

મોરબીની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાને લીધે આજે ચરડવાની પ્રસૂતાની રસ્તા પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. સદનસીબે આ પ્રસૂતાની ડિલિવરી સફળ રહી હતી અને તેને બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો.

ચરાડવા ગામે રહેતા રસુલંભાઈ બચુભાઇ ગણાવા તેમની પત્ની હજીરાબેન રસુલંભાઈ ગણાવાને લઈને તેની પ્રસુતિ કરાવવા અર્થે વાન મારફતે મોરબી આવી રહ્યા હતા. ટ્રાફિક સમસ્યા ને કારણે વાન કાર માંથી બન્ને સીએનજી રીક્ષા દ્રારા મોરબી પહોંચવાનું નક્કી કર્યું હતુ. પરંતુ અતિ ટ્રાફિક સમસ્યા હોવાથી રસ્તા પર ઘુંટુ રોડ પર ત્રાજપર ચોકડી નજીક આવેલા શક્તિ ટ્રાન્સપોર્ટ પાસે રસ્તા પર પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.

સદનસીબે પ્રસૂતાની ડિલિવરી સફળ રહી હતી. પ્રસૂતાએ બે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે હિન્દૂ યુવા સંગઠન નાં કાર્યકર્તાઓએ ત્યાં પહોચી ટ્રાફિક સમસ્યા હલ કરાવીને મદદરુપ બન્યાં હતા. બન્ને બાળકી નો વજન ઓછો હોવાના લીધે આયુષ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી તથા તેમના માતા ને સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.પ્રસૂતા અને તેમના પતિની જમવાની તેમજ અન્ય વ્યવસ્થા હિન્દૂ યુવા સંગઠનના કાર્યકર્તાઓએ ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.