- આઈફોન કંપની 15 સભ્યોની ટીમ નગરમાં ત્રાટકી
- પોલીસને સાથે રાખીને વ્યાપક દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ: એપલ કંપનીનો નકલી મુદ્દામાલ કબજે
- મોટાભાગના વેપારીઓ દ્વારા બ્રાન્ડેડ નામે માલ ધાબડતા હોવાની ફરીયાદને પગલે આઈફોન કંપનીના અધિકારીઓના જામનગરમાં ધામા
જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરમાં બ્રાન્ડેડ કંપનીના નામે મોટા શોરૂમ અને વેપારી દ્વારા 80 ટકાથી વધુ માલનું નકલી વસ્તુનું વેચાણ કરી નફાખોરી કરતા હોવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આઈફોનકંપનીની નકલી મોબાઈલ એસેસરીઝ ના વેચાણ કરતા 40 સ્થળોએ આઈફોનકંપનીની
15 પ્રતિનિધિઓ દ્વારા શહેરમાં ત્રાટકતા વેપારી હાલમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ જામનગર શહેરમાં મોબાઇલ ના વેપારી દ્વારા આઈફોન કંપનીની ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનું કંપનીના ધ્યાન ઉપર આવતા આઈફોન કંપનીની ટીમ જામનગર ખાતે દોડી આવી પોલીસને સાથે રાખી વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેના પગલે અનેક વેપારીઓ દુકાનના શટર બંધ કરી છું મંતર થય ગયા છે.જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ એસેસરીઝ ના વેચાણ સંદર્ભમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને અને વિક્રેતાઓમાં દોડધામ થઈ હતી.જામનગર શહેરમાં મોબાઇલ ફોનમાં વેચાણની અનેક દુકાનો ખૂલી ગઈ છે, અને તેમાંય ખાસ કરીને આઈફોન કે જેની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે આઈફોન ની મોબાઇલ કંપનીના પ્રતિનિધિઓની 15 જેટલી ટિમ જામનગર આવી પહોંચી હતી, અને સ્થાનિક પોલીસને સાથે રાખીને અનેક દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.
ખાસ કરીને જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં ઉપરાંત લીમડાલેન, દિગ્વિજય પ્લોટ, અંબર સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં દરોડાઓ પાડીને ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને આઈફોન મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝના સંદર્ભમાં સામુહિક રીતે ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને દેકારો મચી ગયો હતો. જોકે કોઈ દુકાનમાંથી ડુપ્લીકેટ માલ સામાન મળી આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે