Abtak Media Google News

કલ્યાણપૂરના ભોગાત ગામે અને ખંભાળીયામાં જુગટુ રમતા ૧૯ની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા પોલીસ અધિક્ષકે આપેલી સૂચનાને પગલે કલ્યાણપૂર અને ખંભાળીયા સહિત ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી ૧૯ શખ્સોની ધરપકડ કરી રૂ ૩૫ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા જિલ્લાનાં કલ્યાણ પૂર તાલુકાના ભોગાત ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી અલગ અલગ બે સ્થળે જુગટુ ખેલતા ૧૩ શખ્સોની ધરપકડ કરી રૂ.૨૯ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત ખંભાળીયાના સંજયનગરમાં જાહેરમાં જુગારધામ ધમધમતું હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી છ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ૬ હજાર કબ્જે કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.