Abtak Media Google News

નીરવ ગઢીયા, દીવ

દિવાળીના તહેવારો બાદ આવી રહેલી રજાના સમયમાં સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ટુરીઝમ એક્ટિવિટીને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું અને માનીતું પ્રવાસન સ્થળ દિવ છે, ત્યારે તહેવારોની રજા અને વેકેશનના દિવસોમાં ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું જોવા મળ્યું હતું.

દીવમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યું છે. તહેવારો પૂર્ણ થતાની સાથે જ સહેલાણીઓ સંઘપ્રદેશ દીવ તરફ રજાનો આનંદ માણવા આવી રહ્યા છે. દીવમાં આવેલા ઐતિહાસિક પૌરાણિક અને તેના બીચનો આહલાદક અનુભવ કરવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષથી પ્રવાસીઓની ગેર હાજરીથી સુમસામ બનેલ પ્રવાસન સ્થળ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ ફરી એક વખત જીવંત બન્યું છે.

Screenshot 5 1

કોરોના સંક્રમણ કાળમાં સંઘપ્રદેશ દીવ પ્રવાસન ગતિવિધિઓને કારણે શુષ્ક જોવા મળતું હતું, પરંતુ હવે સંક્રમણ ખૂબ જ ઓછું થયું છે આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓ પ્રવાસન ક્ષેત્ર દીવની મુલાકાત લઈ રહ્યા છે અને એક વર્ષ સુધી સતત ચિંતામાં પસાર કરેલા સમયને ભૂલીને મનોરંજન અને પર્યટન સ્થળે આવીને પર્યટનની મજા માણી રહ્યા છે.

6174A2F1 51C0 404B A231 Ab430D06Fbde

દીવમાં આવેલા બીચ પ્રવાસીઓને વર્ષોથી પ્રભાવિત કરી રહ્યા છે, વધુમાં દીવનો કિલ્લો નાયડા ગુફા મ્યુઝિયમ અને ખૂકરી મેમોરીયલ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, જેને કારણે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસન ઉદ્યોગ ફરી એક વખત ધમધમશે તેવા એંધાણ મળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.