રણછોડદાસબાપુ આશ્રમમાં દ્વાદ્રશ જયોતિંર્લીંગની સ્થાપના કરાઈ

મહાદેવના બાર જયોતિલીંગના શ્રાવણ માસ દરમિયાન દિવ્ય દર્શન થશે

પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ), સદગુરુ આશ્રમના પ્રાંગણમાં ગત દિવસ શ્રાવણ સુદ-1 (એકમ)થી શ્રાવણ સુદ-30 (અમાસ) સુધી આપણાં દેવાધિદેવ ભગવાન શિવશંકરના બાર જયોતિલીંગના દિવ્ય દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

દ્રાદશ જયોતિલીંગનુ શાસ્ત્રોકત વિધવિધાનપૂર્વક સ્થાપન પુજન કરવામાં આવેલ હતું. જેમાં બાર જયોતિલીંગના દિવ્ય દર્શન આજના આ મોંધવારીના મહાયુગમાં ખુબ જ કઠીન અને ખર્ચાળ બની રહે છે. જયારે આ પવિત્ર શ્રાવણ માસમાં સદગુરુ આશ્રમના પ્રાંગણમાં દ્વાદશ જયોતીલીંગના દર્શન કરી કઠીન અને ખર્ચાળ યાત્રાઓમાંથી મુકતી મળે છે.

આપણે આ બાર જયોતિલીંગના દિવ્ય દર્શનનો અલભ્ય એવો લાભ મેળવી અનેકગણુ પુણ્યફળ પ્રાપ્ત કર્યાની સાથે આધિ, વ્યાધિ, ઉપાધીમાંથી મુકતી મળે છે.તથા શ્રાવણ માસના દર સોમવારે ખાસ મંગલેશ્ર્વર મહાદેવન વિવિધ દિવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે.ઉપરોકત શ્રાવણ માસમાં દ્રાદશ જયોતિલીંગ તથા હરિદ્વાર ગંગામૈયાના પ્રત્યક્ષ દર્શન કરવા સર્વે ધર્મપ્રેમી ભાઇ-બહેનો ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.