Abtak Media Google News

પશ્ચિમ રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ   દ્વારા 3જી ભારતીય રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ   સભા – 2022નું આયોજન તાજેતરમાં 10મી અને 11મી ડિસેમ્બર, 2022ના રોજ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. ઇવેન્ટની થીમ “અન્વેષણ અને શીખો”   હતી જેમાં વિવિધ ઝોનલ રેલવે અને નાગરિક રાજ્યોના ફેલોશિપ સભ્યોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું ઉદઘાટન, વેસ્ટર્ન રેલવે સ્કાઉટ ગાઇડ ફેલોશિપ   ના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (સંકલન)   રાજકુમાર એસ, દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રદાન, રાષ્ટ્રીય એકીકરણ, સંશોધન, અહેવાલ પ્રસ્તુતિ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 10મી ડિસેમ્બરના રોજ તમામ સભ્યો દ્વારા “વિશ્વ એટાસ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. અઝઅજ નો અર્થ થાય છે એસોસિયેશન ઓફ ટોપ અચીવર્સ ઓફ સ્કાઉટ્સ. આ ઇવેન્ટ દરમિયાન બે નવા ગિલ્ડની પણ રચના કરવામાં આવી હતી, જેનું નામ અનુક્રમે મૈત્રી ગિલ્ડ અને ગોકુલમ ગિલ્ડ હતું. 11 ડિસેમ્બરના રોજ સવારે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મુખ્યાલયના વિશેષ અતિથિ તરીકે ૈઆઈએસજીએફના સેક્રેટરી જનરલ   સીમા રાઠીએ હાજરી આપી હતી. મિસ પદ્મિની પિલ્લઈ, નેશનલ સેક્રેટરી આઈએસજીએફ અને ઉપ મહાપ્રબંધક(ફાઇનાન્સ),  દેવેન્દ્ર સાખરે – સેક્રેટરી ઈન્ડિયન રેલવે    એજાઝ મિર્ઝા, ક્ધવીનર ઈન્ડિયન રેલવે  અને   કે બી કટોચ, સ્ટેટ સેક્રેટરી – વેસ્ટર્ન રેલવે એસજીએફ પણ હાજર હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં   અભિજીત શાહ, જિલ્લા સચિવ-રાજકોટ એસજીએફ   રાજેશ વી મહેતા અને શ્રી નંદુબા જી નો મહત્વનો ફાળો હતો. વિવિધ સ્થળોએથી આવેલા તમામ સભ્યોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને 11 ડિસેમ્બર, 2022ના રોજ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.