Abtak Media Google News

દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર દ્વારકા-ઓખા હાઇવે પર આવેલા મકનપુર ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓખાથી દ્વારકા પૂરઝડપે આવતી ટ્રાવેલ્સ બસના ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી છકડો રિક્ષા તથા ઓટો રિક્ષાને હડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે છકડો રિક્ષા વીસ ફૂટ દૂર સુધી ઢસડાઇ હતી. અને છકડા ચાલક તથા અંદર બેઠેલા યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. છકડા રિક્ષામાં બેઠેલા જેઠાભા માણસીભા માણેક (ઉ.25)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કાનાભા જીવણભા સુમણિયા (ઉં.26)ને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી મૃત ઘોષિત કર્યા હતા.

3 1527248489(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.