Abtak Media Google News

દિવાળી એટલે રોશનીી ઝળહળ અનોખો લોકોત્સવ, પ્રકાશને ઉજાસ, અજવાળું, દિપ્તી, તેજ, જયોતી, રોશની કેટકેટલા નામોી ઓળખવામાં આવે છે. દિવાળી પર્વ અને વિક્રમ સંવંત ૨૦૭૫ના નૂતન વર્ષ નિમિત્તે દેવભૂમિ દ્વારકાની પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી છે. કલેકટર આર.આર.રાવલે જણાવ્યું કે, ભારતીય સંસ્કુતિની આગવી ઓળખ તેના ઉત્સવવો છે. દરેક ભારતીયના જીવનમાં પર્વો, ઉત્સવો, તહેવારોની સામુહિક ઉજવણીઓ નવી તાજગી, ચેતના અને નવા ઉમંગાનો સંચાર કરે છે.

ભારતીય સંસ્કૃતિના અનેક પર્વોમાં દિપોત્સવના પર્વનો અનેરો મહિમા છે. દિપોત્સવનું પર્વ એટલે અંધકારી ઉજાશ તરફ પ્રયાણનું પર્વ, આશા અને શ્રદ્વાનાં સમન્વી સંસ્કાર દિપાવવા શુભ સંકલ્પન લેવાનો આ અવસર છે. વિક્રમ સંવતનું નવલું વર્ષ શરૂ થાય એટલે વીતેલા વર્ષમાં કેલેન્ડ રની તારીખોના ઝુમખામાંથી ચુંટીને પ્રત્યેક દિવસે કરેલા સત્કાર્યો અને શુભ સંકલ્પોને સલામ આપવાનો અવસર. રાજય સરકારે વિતેલા વર્ષમાં અનેક કલ્યાણકારી નિર્ણયો લીધાં અને તેનો અસરકારક અમલ કરીને જન સામાન્યના પરિવારોમાં આનંદ અને ઉલ્લાસના દિપ પ્રગટાવવા સંવેદનાસભર પ્રયાસો કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.