Abtak Media Google News

સમુદ્રી જળ સૃષ્ટિ નિહાળવા ઉમટતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ

દ્વારકા જગત મંદિર ના દર્શનાર્થે આવતા યાત્રીઓ ઓખા થી બોટમાં બેસીને બેટ પણ જાય છે. નદી કે તળાવ જેવા જળાશયોમાં બોટીંગની ની સરખામણીએ આ પ્રવાસ દરિયામાં બોટમાં બેસીને જવાનું ખુબ રોમાંચક લાગે છે. બેટમાં અનેક કેમ્પસાઇટ આવેલી છે. સહેલાણીઓ યાત્રા ઉપરાંત અહીં બે-ત્રણ દિવસ રજાઓ ગાળવા આવી શકે એવી વ્યવસ્થા પણ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા અને જાણવા પણ લોકો આવે છે. સમૂદ્રીય જીવસૃષ્ટી માં રુચિ ધરાવતા લોકો બેટ કેમ્પની મુલાકાત અવશ્ય લે છે.

Img 20201230 Wa0046

આકાશ દર્શન અને ખગોળીય ઘટનાઓ નિહાળવા માટે ની આ જગ્યા ખૂબ જ ઉત્તમ છે. હાલ અનેક પ્રવાસીઓ તેમજ સ્ટુડન્ટ કેમ્પ ચાલી રહ્યા હોય સારી એવી જિજ્ઞાસા જોવા મળે છે. વિદેશી જળચર પક્ષીઓ નિહાળવા માટે પણ અહીં સારી જગ્યા છે. સૌથી મોટું આકર્ષણ તો બોટમાં બેસીને બેટની આસપાસ થોડે દૂર જઇ ડોલ્ફિનની મશદય ને જોવી એ અદભૂત અનુભવ રહે છે ! ડોલ્ફિન નાં ઝુંડ અહીં પાણીમાં મસ્તી કરતા જોવા મળે છે. ડોલ્ફિન અહીં દરિયામાં વારાફરતી કમાન આકારે ૧૦ થી ૧૫ ફૂટની ઉંચાઈ સુધી છલાંગ મારતી જોવા મળે છે અને ડોલ્ફિનની ડાઈવ પછી ઊછળતું દરિયાનું પાણી એક અલૌકિક દ્રશ્ય ઉત્પન્ન કરે છે. આવું નિહાળવાનો લ્હાવો મળવો એ પરમાત્માના દર્શન જેટલી જ આહ્લાદકતા જન્માવે છે.

Img 20201230 Wa0047

દ્વારકાધીશના આ પવિત્ર યાત્રાધામની આસપાસ તેમજ કચ્છના અખાત તરફ સમુદ્રમાં બોટમાં સફર કરનાર ને કુદરતની લીલા નો સાક્ષાત્કાર થાય ત્યારે ધક્કો વસુલ થયા જેવું નહીં પરંતુ ઈશ્વરની લીલા જોયાની તૃપ્તિ થઈ જાય છે.

અહીંના દરિયામાં દેખાતી ડોલ્ફિનને સ્થાનિક માછીમારો  ‘મલારીયો’ ના નામથી ઓળખે છે ડોલ્ફિન સામાન્ય રીતે ૧૫થી ૨૦ વર્ષનું આયુષ્ય ધરાવતી કોમળ તેમજ સસ્તન દરિયાઈ પ્રાણી છે. તે માછલી નથી પરંતુ દરિયાઈ પ્રાણી જ છે.

Img 20201230 Wa0045

ડોલ્ફિન બુદ્ધિશાળી પ્રાણી છે અને તેમની સાંભળવાની ક્ષમતા મનુષ્ય કરતાં અનેક ગણી વધારે હોય છે. બોટમાંથી ડોલ્ફિન નજરે પડતાં પ્રવાસીઓ આનંદની ચિચિયારીઓ પાડી વાતાવરણને ગુંજાવી મૂકે છે. આ બધા અવાજોથી ડોલ્ફિન પ્રોત્સાહિત થતી હોય તેમ અને સ્ટેજ શો કરતી હોય તેમ ખુશીથી ઉંચી છલાંગ લગાવે છે ત્યારે જલપરી થી કમ નથી લાગતી!

Img 20201230 Wa0048

ટુંકમાં દેવભૂમિ દ્રારકા જીલ્લાનો દ્રારકા- ઓખામંડળ તાલુકો યાત્રાધામ તરીકેતો વિખ્યાત હતો જ પરન્તુ હવે સીગ્નેચર બ્રીજ, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ અને બેટની આસપાસનાં સમૂદ્રમાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરશે તેમ ચોક્કસ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.