ગુજરાત રાજયમાં સમુદ્વના ખારા પાણીને ડીસેલીનેશન પ્રક્રિયા દ્વારા મીઠું પાણી બનાવવા સરકાર દ્વારા વખતો વખત કરોડો રૂપિયાના પ્રોજેકટસ જાહેર કરવામાં આવે છે. ગુજરાત રાજયની વિધાનસભાની કામગીરી દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત આ પ્રકારના પ્રોજેકટસની પ્રગતિની માહિતી મળતાં અમૂક પ્રોજેકટસ વર્ષો સુધી કાગળ પર દોડતા હોય જયારે અમૂક પ્રોજેકટ પાછળ નાણાંનો ખર્ચ જ ન થતાં હોય કામગીરી આગળ વધવા પામી ન હોવાનો ખૂલાસો થયો છે. ડીસેલીનેશન પ્રક્રિયાના બે પ્રોજેકટસ વર્ષો અગાઉ સરકારે જાહેર કરેલા. જે પૈકીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) નજીકના પ્રોજેકટ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા પૂછેલ એક સવાલના જવાબમાં સરકારે જણાવેલ કે આ પ્લાન્ટની ક્ષ્ામતા 69 એમ઼એલ.ડી. છે જેની કિંમત રૂપિયા ર79 કરોડ છે અને આ પ્રોજેકટ અંતર્ગત હાલ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી કચ્છની કંપનીને સોંપવામાં આવી છે. કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાળી નજીક 100 એમ઼એલ.ડી.ની ક્ષ્ામતાવાળા રૂપિયા 399 કરોડ રૂપિયાના આ પ્રોજેકટનું સ્થળ આવેલ છે
જે પ્રોજેકટ પણ આજ કંપનીને સોંપવામાં આવેલ હોય જે કચ્છના ધારાસભ્યના પ્રશ્ર્નના ઉત્તરમાં વિધાનસભામાં કહેવાયું કે આ પ્રોજેકટમાં છેલ્લાં બે વર્ષ્ામાં એક પણ રૂપિયો ખર્ચાયો નથી. સૌરાષ્ટટ્ર કચ્છના આ બન્ને પ્રોજેકટસની કામગીરીઓ મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ કાું. અને એક્વાટેક સીસ્ટમ એશીયા પ્રા.લી.ની સંયુક્ત કંપની કચ્છ સી વોટર ડીસેલીનેશન પ્રા.લી.ને આપવામાં આવી છે.