- આગામી 14 માર્ચ ના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવ ની ઉજવણી થશે
- હોળી ફુલડોલ ઉત્સવને ઉજવવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે
- દ્વારકાધીશ જગત મંદિરને વિવિધ લાઇટિંગ શેડથી શણગારાયું
- 1 SP , 4 DYS , 70 જેટલા PI અને PSI સહિતના જવાનોને તૈનાત રાખવામાં આવ્યા
યાત્રાધામ દ્વારકામાં આગામી 14 માર્ચના રોજ હોળી અને ફુલડોલનો ઉત્સવ ઉજવવાશે. ત્યારે દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવને ઉજવવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માંથી આવી રહ્યા છે . દ્વારકાધીશ જગત મંદિર ને પણ વિવિધ લાઇટિંગ શેડ દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ સાથે જ લાઈવ ઓરકેસ્ટ્રા દ્વારા ભગવાનના ભજનો પર ભક્તો ઝુમી ઉઠે અને ભક્તિમાં લિન થઈ શકે તે પ્રકરે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ભક્તોને સુચારુ રૂપે દર્શન થઈ શકે અને યાત્રિકોને સલામતી મળી રહે તે માટે 1400થી વધુ પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 SP , 4 DYSP , 70 જેટલા PI અને PSI સહિતના જવાનો અને મંદિરે દર્શન કરવા આવનાર અશક્ત અને વૃદ્ધ લોકો માટે ખાસ શી ટિમ પણ બંદોબસ્ત માં તૈનાત કરવામાં આવ્યા છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા માં આગામી 14 માર્ચ ના રોજ હોળી અને ફુલડોલ નો ઉત્સવ રંગે ચંગે ઉજવવા જાઇ રહ્યો છે ત્યારે દ્વારકા માં હોળી ફુલડોલ ઉત્સવ ને ઉજવવા માટે હજારો ની સંખ્યામાં પદયાત્રીઓ ગુજરાત ના ઠેર ઠેર જિલ્લાઓ માંથી આવી રહ્યા છે અને ગેઓને સુચારુ રૂપે દર્શન થઈ શકે અને યાત્રિકો ને સલામતી મળી રહે તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હોળી અને ફુલડોલ ના ઉત્સવ ની ઉજવણી થનાર છે ત્યારે દ્વારકા માં 1400 થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
1 એસપી , 4 ડીવાય એસપી , 70 જેટલા પીઆઇ અને પીએસઆઇ તેમજ 1200 જેટલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ, જીઆરડી એસઆરડી ના જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવનાર અશક્ત અને વૃદ્ધ લોકો માટે ખાસ શી ટિમ પણ બંદોબસ્ત માં તૈનાત કરવામાં આવ્યા છે જેથી લોકો ને દર્શન સહેલાયથી કરી શકે તે રીતે પ્લોસ મદદ કરી રહી છે , ડ્રોન દ્વારા પણ દ્વારકા શહેર અને જગત મંદિર આસપાસ ની સુરક્ષા માટે મદદ આવી રહી છે મંદિર અંદર કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેના માટે સિવિલ માં પણ વોચ રાખવામાં આવી રહી છે દ્વારકા જિલ્લા SOG , LCB તેમજ લોકલ પોલીસ પણ સિવિલ મા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી રહી છે
દ્વારકાધીશ મંદિર માં લાખો ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર ને પણ વિવિધ લાઇટિંગ શેડ દ્વારા રોશની આપવામાં આવી છે હોળી ફુલડોલ ઉત્સવ નિમિતે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા દ્વારકાધીશ ના દર્શન કરવા આવનાર ભક્તો માટે આ વર્ષે ખાસ આ લાઇટિંગ શેડ શરૂ કરવામાં આવ્યા છે સાથે જ લાઈવ ઓરકેસ્ટ્રા દ્વારા ભગવાન ના ભજનો પર ભક્તો ઝુમી ઉઠે અને ભક્તિ માં લિન થઈ શકે તે પ્રકરે પણ વ્યવસ્થા કરવામાં આવી છે દ્વારકાધીશ મંદિર માં હોળી ફુલડોલ ના ઉત્સવ ને મનાવવા માટે ભક્તો લાખો ની સંખ્યામાં પહોંચી રહ્યા છે જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર પણ તમામ ટકેદારીઓના પગલાં લાઇ રહ્યા છે જેથી દ્વારકા આવનાર યાત્રિકો ને કોઈ અગવડ ન પડે અને સાહેલાય થી દર્શન કરી શકે…
અહેવાલ: મહેન્દ્ર કક્કડ