દિલ્હીની દ્વારીકા હોટલમાં ભીષણ આગ: ધોનીનો બચાવ

dhoni | cricket
dhoni | cricket

ઝારખંડ રણજી ટીમના ખેલાડીઓની ક્રિકેટ કીટ બળીને ખાક: ટીમ ઈન્ડીયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સુરક્ષિત બહાર કઢાયો: મેચ કેન્સલ

વિજય હજારે ટ્રોફીમાં આજે ઝારખંડ અને વેસ્ટ બેંગાલ વચ્ચે સેમીફાઈનલ જંગ ખેલાવાનો હતો. જેમાં ભાગલેવા માટે ટીમ ઈન્ડીયાના સુકાની મહેન્દ્રસિંહ ધોની સહિતના ઝારખંડના ખેલાડીઓ દિલ્હીની જે હોટલમાં રોકાયા હતા જયાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહેન્દ્રસિંહ સહિતના ખેલાડીઓને ભારે જહેમત બાદ હોટલના ‚મમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

દરમિયાન આજે મેચ કેન્સલ કરી દેવામાં આવી છે અને કાલે મેચ રમાશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ વિજય હજારે ટ્રોફીમાં વન-ડે મેચ રમાઈ રહ્યા છે. જેમાં દિલ્હીમાં આજે ઝારખંડ અને બેંગાલની ટીમ વચ્ચે સેમીફાઈનલ જંગ રમાવાનો હતો. આ માટે ઝારખંડની ટીમને દિલ્હીની દ્વારીકા હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. જયાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગમાં ઝારખંડના તમામ ખેલાડીઓની ક્રિકેટ કીટ ખાક થઈ ગઈ હતી. ટીમ ઈન્ડીયાના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની પણ ઝારખંડવતી મેચ રમવાના હોય તે પણ દ્વારીકા હોટલમાં રોકાયો હતો. ભીષણ આગમાં મહેન્દ્રસિંહ ધોની સહિત ઝારખંડની ટીમના તમામ ખેલાડીઓ ફાયરબ્રિગેડના જવાનો તથા હોટલ મેનેજમેન્ટનાસ્ટાફે મહેનત હોટલના ‚મની બહાર કાઢયો હતો. દરમિયાન આજે રમાનારી ઝારખંડ અને બેંગાલ વચ્ચેની વિજય હજારે ટ્રોફીની સેમીફાઈનલ મેચ રદ કરી દેવામાં આવી છે અને આ મેચ હવે આવતીકાલે રમાશે.