દ્વારકાનો રમણીક દરિયા કિનારો કુદરતના રંગે ખીલી ઉઠયો !!

‘કાઠિયાવાડી’ પ્રજા વેકેશન કેશની રવિની રજામાં નજીકના કુદરતી સ્થળોએ પરિવાર સાથે ફરવા નીકળી પડે છે. સાસણગીર કે જુનાગઢ, માધવપુર, કે વિવિધ દરિયા કિનારે હાલના ચોમાસાના વાતાવરણે પરિવારજો ઉમટી પડતા જોવા મળે છે.

ગત રવિવારે સોનાની નગરી દ્વારિકાના દરિયા કિનારે, શિવરાજપૂર બીચ, નાગેશ્ર્વર મંદિર અને રૂક્ષમણીજીના મંદિર જેવા વિવિધ રમણિય સ્થળોએ માનવ મહેરામણ કુદરતી નઝારો માણવા ઉમટી પડયા હતા. દ્વારકાનો રમણીય દરિયા કિનારો કુદરતનાં અફાટ સૌદર્યના રંગે ખીલી ઉઠયો હતો. ‘અબતક’ ના કેમેરામાં શિવરાજપુર બિચમાં આનંદ માણતા પરિવારો દિવાદાંડીના દ્રશ્યો સાથે નાનકડા બાળ દોસ્તો કુદરતના ખોળે, દરિયાના મોજા સાથે રમત કરતાં જોવા મળ્યા હતા. વિશાળ શિવજીની પ્રતિમા સાથે નાગેશ્ર્વર મંદિરે ભકિત ભાવના સાથે ભકતજનોનો મેળો જામ્યો હતો. દ્વારકા સમગ્ર દેશની પ્રજા માટે આસ્થા ભકિતનું કેન્દ્ર છે.