અમાસને કારણે દ્વારકાનો દરિયો ગાંડોતુર: દરિયાકાંઠે સર્જાયો અદભુત માહોલ, જુઓ વીડિયો

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી વિશ્વભરના પર્યટકો માટે ખુબ ચર્ચાનો વિષય રહે છે. દ્વારકા એક સમયે સોનાની હતી એવું કહેવામાં આવે છે. તેથી તેને આજે પણ સોનાની દ્વારકા કહેવાય છે. આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.

કોરોનામાં શાળા બંધ તો શું પ્રત્યક્ષ શિક્ષણ બંધ..? નહીં… સાબરકાંઠામાં શરૂ થઈ આવી પહેલ

આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગોમતી ઘાટ પર મોજાં ઊંચા-ઊંચા ઉછળ્યા હતાં, ઉપસ્થિત પ્રવાસીઓએ ઉછળતા મોજાંનો આનંદ માણ્યો હતો. આજ સવારે અંદાજિત 10 વાગ્યા આસપાસ દરિયામાં ઉંચા ઉંચા મોજા જોવા મળ્યા હતા.

આ ઉછળતા મોજા વચ્ચે દ્વારકાનો નજારો એક માણવા લાયક હતો. દ્વારકા જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદી માહોલ તો અમુક ઠેકાણે અસહ્ય ગરમી જોવા મળી હતી, અને તેની વચ્ચે દરિયામાં ભારે કરંટ સાથે તોફાની રીતે ઉછળતા ઉંચા મોજા જોવા મળ્યા હતા.