Abtak Media Google News

35 જેટલા અધિકારી અને કર્મચારીઓએ અમુલ સર્કલથી ભકિતનગર સુધી મુસાફરી કરી બસના પર્ફોમન્સની સમીક્ષા કરી

રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને ઇછઝજ બસનાં કાફલામાં હવે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થનાર છે ત્યારે, આજે સોમવારે  મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ઇલેક્ટ્રિક બસમાં બેસી તેના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો, એન્જિનિયરિંગ સ્ટોર, ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ત્રણેય નાયબ કમિશનર  આશિષ કુમાર,  એ.આર. સિંહ અને ચેતન નંદાણી, આર.આર.એલ.ના જી.એમ.  જયેશ કુકડીયા, એડીશનલ સિટી એન્જિનિયર એમ.આર.કામલિયા, પર્યાવરણ ઈજનેર  નિલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી વગેરે સહિત આશરે 35 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો ખાતેથી ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી હતી.

જે દરમ્યાન કમિશનરએ બસની બેટરી, કૂલિંગ વગેરે સહિતના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનરએ 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો તૈયાર કરવાની હાલ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ પણ નિહાળી હતી. સાથોસાથ અમુલ સર્કલ પાસે આવેલા મહાનગરપાલિકાનાં એન્જિનિયરિંગ સ્ટોરની મુલાકાત લઈ મહાનગરપાલિકાની વિવિધ સાધનોની આવશ્યકતા અનુસાર સાધનોનો જરૂરી સ્ટોક મેઇન્ટેઇન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. દરમ્યાન અમુલ સર્કલ નજીક આવેલા ઢોર ડબ્બાની મુલાકાત લઈ કમિશનરએ ત્યાંની સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી.

Screenshot 2 61

શહેરમાં 7 ઈલેકટ્રીક બસનું આગમન ટુંક સમયમાં  મહાપાલિકાને સોપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના  ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન  સેવામાં  એટલે કે બીઆરટીએસ તથા સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ એ.સી. ઈલેકટ્રીક બસ ખરીદ કરવાનું મંજૂર  કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને  ટ્રાયલ માટે એક  ઈલેકટ્રીક બસનું શહેરમાં  આગમન થયું હતુ અને શહેરમાં રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ દોડાવવામાં આવી હતી. જેમાં ગઈકાલે 30 પેસેન્જર સાથે ટ્રાયલ કરવામાં આવ્યું હતુ.

ઈલેકટ્રીક બસના ચાર્જિંગ માટે  શહેરના  અમુલ ચોકડી  80 ફૂટ રોડ ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.  જેનું કામ અંતિમ તબકકામાં  પહોચ્યું છે. 50 મીની  કુલીંગ એ.સી. ઈલેકટ્રીક બસ ‘ગ્રોસકોસ્ટ મોડલ’થી પીએમઆઈ ઈલેકટ્રીક મોબ્લિીટી સોલ્યુશન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજૂર કરવામાં આવ્યું છે. જે પૈકી આજરોજ 7 ઈલેકટ્રીક બસો રાજકોટમાં  આવી ગઈ છે. અને તબકકાવાર  બીજી બસો  આવી જશે.  અને ટુંક સમયમાં  શહેરમાં  ઈલેકટ્રીક બસો  દોડતી થઈ જશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.