ઇ-કોમર્સે હદ વટાવી!!: હવે ડ્રગ પેડલરો ‘ઓનલાઈન’ !!!

અમદાવાદમાં ઈ-કોમર્સ વેબસાઈટથી થતો ડ્રગ્સનો વેપાર: કુરિયરથી ડ્રગ્સ સપ્લાય કરતા ત્રણ ઝડપાયા

ગુજરાતમાં ડ્રગ્સના કાળા કોરોબારમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ સતત ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓને રાજ્યની પોલીસ દબોચી રહી છે અને તેમના પર લગામ કસી રહી છે. ત્યારે ઈ-કોમર્સ વેબસાઈટ જેવી બનાવટી વેબસાઈટ બનાવી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આરોપી ડ્રગ્સનું કુરિયર બનાવી ટ્રાવેલ્સમાં હેરફેર કરતા હોવાનો ખુલાસો થયો છે.હાલ સુધી ડ્રગ પેડલરો નશાનો કાળો કારોબાર ચલાવવા અલગ અલગ કિમીયો અપનાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓ-યુવાનોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવતાં હતાં. યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલી તેમની પાસે જ ડિલિવરી કરાવવામાં આવતી હતી પરંતુ હવે સમય જતાં ઇ કોમર્સ કે જેને કોઈ હદ નડતી નથી તેના માધ્યમથી નવો કીમિયો અપનાવી ડ્રગ પેડલરો નશાનો કાળો કારોબાર કરી રહ્યાનો ધડાકો થતા ચકચાર મચ્યો છે.

એટીએસએ 8 લાખથી વધુ કિંમતના 3 અલગ-અલગ ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ તપાસનો રેલો અન્ય રાજ્ય સુધી લંબાવ્યો છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં આવેલા આ ત્રણ આરોપીના નામ શોહિલ ઉર્ફે સાહીલ શીરમાન, બસીત સમા અને આકાશ વિંઝાવા છે. આ ત્રણેય આરોપી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા સંસર્ય એપાર્ટમેન્ટમાં રહીને ડ્રગ્સનુ વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એટીએસ અને અમદાવાદ એસઓજીની ટીમે રેડ કરી 20 ગ્રામ એમ્ફેટામાઈન, 60 ગ્રામ ઓપિઓઈડ, 321 ગ્રામ ચરસ અને 3.23 કિલો ગાંજો મળી કુલ 8.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેઓ બનાવટી ઈ-કોમર્સ વેબસાઈટના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીની તપાસ કરતાં આકાશ આ હેરાફેરીનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ડ્રગ્સની હેરાફેરી માટે પહેલાં ઇ કોમર્સ વેબસાઈટ બનાવી બાદમાં કુરિયર કંપનીનું પાર્સલ બનાવી ટ્રાવેલ્સ મારફતે હેરાફેરી કરતા હતા. સાથે આરોપી અગાઉ મહેસાણા અને સૌરાષ્ટ્રમાં ડ્રગ્સના મોટા જથ્થાની ડીલેવરી આપી ચૂકયા હોવાની હકીકત સામે આવી છે. સાથે જ આરોપી પોલીસથી બચવા ટઘઈંઙ કોલ કરતા હોવાનુ સામે આવ્યુ છે. જે કોલ ડિટેઇલની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે ડ્રગ્સનો તમામ જથ્થો અન્ય રાજ્યમાથી આવતો હતો. જે ડ્રગ્સ સપ્લાયરની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલા આરોપી એ ખાનગી ટ્રાવેલ્સની બસમા એક પાર્સલ મોકલ્યું છે. જેને કબ્જે કરવા પણ પોલીસની એક ટીમ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.

ખાનગી ટ્રાવેલ્સનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ

આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે ડ્રગ્સનો તમામ જથ્થો અન્ય રાજ્યમાથી આવતો હતો. જે ડ્રગ્સ સપ્લાયરની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલા આરોપી એ ખાનગી ટ્રાવેલ્સની બસમા એક પાર્સલ મોકલ્યું છે. જેને કબ્જે કરવા પણ પોલીસની એક ટીમ કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.

નશાના કાળા કારોબાર માટે નવો કીમિયો અપનાવતા ડ્રગ પેડલર

હાલ સુધી ડ્રગ પેડલરો નશાનો કાળો કારોબાર ચલાવવા અલગ અલગ કિમીયો અપનાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓ-યુવાનોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવતાં હતાં. યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલી તેમની પાસે જ ડિલિવરી કરાવવામાં આવતી હતી પરંતુ હવે સમય જતાં ઇ કોમર્સ કે જેને કોઈ હદ નડતી નથી તેના માધ્યમથી નવો કીમિયો અપનાવી ડ્રગ પેડલરો નશાનો કાળો કારોબાર કરી રહ્યાનો ધડાકો થતા ચકચાર મચ્યો છે.