Abtak Media Google News

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના અને ત્યારબાદ મ્યુકોર માયકોસીસની લહેરમાં  દર્દીઓને  નિ:શુલ્ક સારવાર, સેવા સુવિધા અવિરત પુરી પાડવામાં આવી રહી છે. હાલ મ્યુકોર માયકોસીસના દર્દીઓની  નાક અને ગળાની સર્જરી સારી રીતે ઝડપી સમયમાં પુરી કરી શકાય તે માટે બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ ડો. વલ્લભભાઈ કથીરિયા અને કલેકટર રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલને અતિ ઉપયોગી અત્યાધુનિક સર્જરી મશીન અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશનના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરી સાચા અર્થમાં ગુજરાતી તરીકે ગુજરાત અને વતનને મદદરૂપ બન્યા છે. આ મહામારીમાં અમેરિકા, યુ.કે. સહિતના અનેક દેશમાં વસતા ગુજરાતીઓએ માદરે વતનને ઓક્સિજન કોન્સ્ટ્રેટર, ઓક્સિજન પ્લાન્ટ, અન્ય જરૂરી મેડિકલ સહાય પુરી પાડી મિટ્ટીનું ઋણ અદા કર્યું છે.

35 આ પ્રંસગે કલેકટર રેમ્યા મોહને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ દ્વારા ટીમ વર્ક સાથે સતત કામગીરી કરી મહામારી સામે યોદ્ધાની માફક લડ્યા છે. આવનારા સમયમાં રાજકોટ સિવિલ દ્વારા શ્રેષ્ઠ સારવાર પુરી પડાશે. આ તકે તેમણે અમેરિકા સ્થિત સંસ્થાનો તેમજ ઈ.એન.ટી. સોસાયટીનો ખાસ આભાર માન્યો હતો.

રાજકોટ સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ આ તકે સમગ્ર વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલના તમામ સભ્યો અને ખાનગી સંસ્થાના ડોક્ટર્સ ટીમ કે જેઓએ કોરોના તેમજ મ્યુકોર માયકોસીસમાં સિવિલ સાથે ખબે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી છે તે બદલ સૌનો આભાર  માન્યો હતો.  તેમજ જણાવ્યું હતું કે,સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતા આ પ્રકારના  મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી હવે સચોટ, ઝડપી અને સરળ બનશે.

મશીનના લોકાર્પણ બાદ ડો. ભરત કાકડીયા દ્વારા સર્જરી કરવામાં આવી હતી, જેનું લાઈવ નિદર્શન સ્ક્રીન પર સૌ મહાનુભાવોએ નિહાળી હતી.

32

મહાનુભાવોના હસ્તે સિવિલના ઈ.એન.ટી ટીમ તેમજ ઈ.એન.ટી. સોસાયટી રાજકોટના સભ્યોને તેમની વિશિષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર પાઠવ્યા હતાં.  ઈ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રીએ આ તકે બંને મશીનનીવિશિષ્ટતા સમજાવતા કહ્યું હતું કે, મયુકોર માયકોસીસ, નાકમાં દૂરબીન વડે કરાતી સર્જરી, બાળકોના કાકડાની દૂરબીન વડે કરાતી સર્જરી મોટા સ્ક્રીન પર મેગ્નિફાઈ કરી ડોક્ટર્સ જોઈ શકે છે. જયારે કોબ્લેટર દ્વારા કરાતી સર્જરીમાં બ્લીડીંગ અટકાવી શકાતું હોઈ વધારે લોહી વહી જતું મશીન દ્વારા જ અટકાવી દેવાના કારણે દર્દીના જીવના જોખમમાં ઘટાડો થશે. હાઈ રિસ્ક સર્જરી માત્ર ખાનગી હોસ્પિટલમાંજ થતી હતી, જે હવે સિવિલ હોસ્પિટલ ખાતે કરી શકાશે.

34

ડો. પ્રદીપ કણસાગરાના સહયોગથી રાજકોટ સીવીલને રૂ. 25 લાખના ખર્ચે બંને યુનિટ અમેરિકા સ્થિત જોય ઓફ હેલ્પીંગ ફાઉન્ડેશન ના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિ. ના સિન્ડિકેટ સભ્ય ડો. ભાવિન કોઠારી, આઈ.એમ. એ. નેશનલ વાઇસ પ્રેસિડન્ટ ડો. અતુલ પંડ્યા, આઈ.એમ.એ. રાજકોટ પ્રેસિડન્ટ ડો. કપૂર કામાણી, ઈ.એન.ટી. સોસાયટી રાજકોટના પ્રમુખ ડો. દર્શન ભટ્ટ,  મેડીકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણી તેમજ સિવિલના ડોક્ટર્સની ટીમ ઉપસ્થિત રહી આ પ્રસંગને દિપાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.