Abtak Media Google News

ધર્મશાલા ખાતે રાજ્યોના મુખ્ય સચિવોની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ પૂર્ણ

દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા ના હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના વિકાસ લક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વિવિધ યોજનાઓની અમલવારી કરી ઝડપ એક લક્ષણ એ કેવી રીતે પહોંચી શકાય તે દિશામાં કાર્ય પણ કરી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જે 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે રોડ મેપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે ધર્મ શાળા ખાતે ત્રણ દિવસ રાજ્યના મુખ્ય સચિવોની રાષ્ટ્રીય કોંફરન્સ યોજવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યોના મુખ્ય સચિવને તાકીદ કરતાં જણાવ્યું હતું કે તેઓએ તેમના રાજ્યની ક્ષમતાને પારખી તે અંગે એક મુખ્ય લક્ષ્ય નિર્ધારિત કરવો પડશે જે 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે કારગત નિવડશે. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દરેક રાજ્યોએ આ અંગે ટાર્ગેટ પણ નિર્ધારિત કરવો પડશે જેનો ક્યાંકને ક્યાંક મતલબ એવો પણ થાય છે કે હવે દરેક રાજ્યને ટાર્ગેટ પણ કરાયા છે કે તેઓ આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે મુખ્ય કાર્યો હાથ ધરે.

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સચિવોને જણાવ્યું હતું કે તેઓ વધુ ને વધુ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને ગુડ ગવર્નન્સ ને કેવી રીતે અમલી બનાવી શકાય તે દિશામાં પણ કાર્યો હાથ ધરાઈ. એટલું જ નહીં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ ની સાથો સાથ શહેર અને ગામડામાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઊભું કરવામાં આવે એ પણ એટલું જ જરૂરી છે. જો સૌથી મોટો પ્રશ્ન એ છે કે હાલ વિવિધ સરકારી કચેરીઓમાં ઘણી જગ્યાઓ ખાલી પડેલી છે જેને તાત્કાલિક ધોરણ ભરવામાં આવે જેથી જે કામો પડતા રહે છે તે ન રહે અને લોકોની સુખાકારી અને મહુરત પણ જળવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.