ઇન્ટરનેટ ની કમાણી ક્યાં ક્યાં સમાણી ?

ઇન્ટરનેટની કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમાણી

લોકો સૌ કહે છે કે ઇન્ટરનેટ પર બહુ કમાણી

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

જેમ અહી ના સુકાય ડીજીટલ નેટ-દરિયાનું પાણી,

ત્યારે જોજો ના ગુમાય તકની વહેતી રેતી લ્હાણી….

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

કન્ટેન્ટસની રમઝટ માટે હાજર છે ટ્વિટ-ઇ-મેઈલ,

ઈકડમ – તિકડમ ભાષામાં પણ ઠપકારો સંતવાણી….

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

પ્રોડક્ટ સર્વિસને ફેલાવવા માટે છે ઉતમ બ્લોગ,

કેરિયરને પણ વિકસવવા થઈ જાઓ એમાં લોગ,

વિચાર-વિઝનથી લોકો સાથે કરતાં રહો ઉજાણી…

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

સમાઇ રહ્યું છે આખી દુનિયા સ્માર્ટ-ફોનની અંદર,

રચો તમારી મહેનતથી એપ્સ બજાર….

નેટગુરુ ઑ કહી રહ્યા છે આ એક વાત બહુ શાણી…

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

સર્ચ સરતાજ એવો મહારાજા છે ગૂગલ,

ને સોશિયલ-મીડિયાની હૂકુમત કરે ફેસબુક,

સમજીને ઉપયોગ કરશું તો થતાં રહેશે ચા-પાણી..

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

જ્યાં માહિતીઓનો ધોધ વહે, ને આઇડિયા બને છે માતા તમારી …

જેમાં પેશન હોય તે પ્રાણ નીચોવે પિતા, બહેન કે ભ્રાતા,

જ્યાં ચોવીસો કલાક ફૂટતી રહેતી અખૂટ જ્ઞાન સરવાણી…

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?

વર્ચુલઅલ વલ્ડની સૌથી મોટી કોમ છે આ ડોટ કોમ

ખુલ્લી આંખે દોટ મકજો આ ડીક હેરી ને ટોમ…

સાંકળ વિશ્વમાં પ્યાસને પીવડાવજો પ્રેમનું પાણી…

જુઓ ઇન્ટરનેટ કમાણી , જાણો ક્યાં ક્યાં છે સમણી ?