Abtak Media Google News

ભચાઉ-રાપરમાં 3-3, દૂધઈ, રાજકોટ અને વાવમાં 1-1 આંચકો

 

એકબાજુ રાજ્યભરમાં કોરોનાનો કહેર છવાયો છે ત્યારે બીજીબાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ભૂકંપના કુલ 9 આંચકા અનુભવાયા છે. જેમાં ભચાઉમાં 3, રાપરમાં 3, રાજકોટમાં 1, દૂધઈમાં 1 અને વાવમાં પણ 1 આંચકો અનુભવાયો હતો. વારંવાર આવતા આંચકાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8:57 કલાકે રાપરથી 19 કિ.મી. દૂર 2ની તિવ્રતાનો આંચકો વેસ્ટ-સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ 9:44 કલાકે રાજકોટથી 25 કિ.મી. દૂર 1.9ની તિવ્રતાનો આંચકો ઈસ્ટ-નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ બપોરે 1:13 કલાકે 1.7ની તિવ્રતાનું કેન્દ્રબિંદુ રાપરથી 29 કિ.મી. દૂર વેસ્ટ-નોર્થ વેસ્ટખાતે નોંધાયું હતું. બપોરે 2:15 વાગ્યે ભચાઉથી 21 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાનો આંચકો નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ બપોરે 4:16 કલાકે રાપરથી 22 કિ.મી. દૂર 1.8ની તિવ્રતાનો આંચકો વેસ્ટ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. આજે મોડી રાત્રે 11:2 વાગ્યે  ભચાઉથી 9 કિ.મી. દૂર 2.3ની તિવ્રતાનું કેન્દ્ર બિંદુ નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાત્રે 2:00 વાગ્યે ભચાઉથી 14 કિ.મી. દૂર 1.4ની તિવ્રતાનો આંચકો નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો. આજે વહેલી સવારે 5:42 કલાકે નોર્થ ગુજરાતના વાવથી 20 કિ.મી. દૂર 1.7ની તિવ્રતાનું કેન્દ્રબિંદુ ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 7:35 કલાકે કચ્છના દૂધઈથી 21 કિ.મી. દૂર 1.6ની તિવ્રતાનું કેન્દ્રબિંદુ નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આ આંચકા સામાન્ય હોય હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.