અંજાર વિસ્તારમાંથી છ જુગારીઓને ઝડપી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ ક્રાઈમ બ્રાન્ચ

રૂપિયા ૪૫,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે છ જુગારીઓને ઝડપી

અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન એલસીબીએ બાતમીના આધારે ગંગાનાકા કકરવા કોમ્પલેક્ષની નીચે ઓટલા પર ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હોઈ રેડ કરતાં ૬ શકુની શિષ્યોની રોકડા રૂપિયા ૩૩૯૦૦,૫ મોબાઇલની કિંમત ૧૧,૫૦૦ મળી કિંમત ૪૫,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

પકડાયેલા આરોપીમાં ઈમામશા હુશેનશા શેખ (ઉ.વ.૩૪), ઇમામશા ઇશબશા શેખ (ઉ.વ ૩૨), સિધીક હુશેન સોતા (ઉ.વ ૩૨), ઇસ્માઇલશા આમદશા શેખ (ઉ.વ.૪૦), રહે.ચારેય શેખટીંબો અંજાર. શંકરવિજુ દેવીપુજક સથવારા (ઉ.વ.૨૩),રહે.સતાપર રોડ તલાવડી અંજાર, શબીર મામદ કુરેશી (ઉ.વ.૩૫), રહે . કુંભારચોક અંજાર નો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુન્હો અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.એસ.રાણા અને તેમની ટીમ જોડાઈ હતી.