Abtak Media Google News

વિજ્ઞાન ગુર્જરી દ્વારા સીસીડીસીના છાત્રો માટે ’ ઈનોવેટીવ મેથેમેટીકસ ટ્રીક ટુ સોલ્વ પ્રોબ્લેમ વિષયક કાર્યશાળામાં 300 છાત્રોએ નિ:શુલ્ક ભાગ લીધો

દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષની વિવિધ કાર્યક્રમો મારફત ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યનું વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત વિજ્ઞાન ગુર્જરી મારફત ’ સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ -2022 ” નું આયોજન કરાયેલ છે . જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં તજજ્ઞો ઉદ્યોગક્ષેત્ર , મેડીકલ ક્ષેત્રે , વૈજ્ઞાનિકો , ગણિતજ્ઞ વગેરે 75 નિષ્ણાંતો મારફત રાજ્યભરમાં 75 કાર્યશાળાઓનું નિ:શુલ્ક આયોજન કરી શાળા – કોલેજનાં છાત્રોને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રૂચી વધે અને સ્વદેશી ટેકનોલોજીનાં ઉપયોગથી ” આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં યુવા પેઢીનું મહત્ત્વનું યોગદાન રહે તે માટે ” નેશનલ રેકોર્ડ ” રચાઈ તે પ્રકારે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ 2022 નું આયોજન કરાયેલ છે .

વિજ્ઞાન ગુર્જરીનાં રાજકોટ એકમ મારફત 6 કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવનાર છે . જેમાં છાત્રોને તેમની કારર્કિદીમાં ઉપયોગ થાય તે પ્રકારનાં વિષયો અને તજજ્ઞો મારફત આયોજન કરવામાં આવે છે . વિજ્ઞાન ગુર્જરીનાં રાજકોટ એકમનાં ડો . નિકેશભાઈ શાહ અને ડાં . પ્રદીપભાઈ  જોષીએ જણાવેલ કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 31 કાર્યશાળાઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં યોજાઈ ગયેલ છે . જેમાં 5000 થી વધુ છાત્રોએ લાભ લીધેલ છે .

રાજકોટ એકમ ભારત જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં ’ ઈનોવેટીવ લનીંગ પ્રોસેસ  ઉપર કાર્યશાળા પોકાયેલ હતી . તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં છાત્રોને જીપીએસસી , બેંકીંગ , રેલ્વે , સ્ટાફ સિલેકશન વગેરે પરીક્ષાઓમાં ગણિત અને રીઝનીંગ વિષય સરળતાથી તૈયારી કરી શકાય તે માટે ’ ઈનોવેટીવ મેથેમેટીકલ ટ્રીક ફોર સોલ્વીંગ પ્રોબ્લેમ ’ વિષય કાર્યશાળાનું આયોજન વિજ્ઞાન ગુર્જરી અને કેરીયર એન્ડ કાઉન્સેલીંગ સેલ (સીસીસી) મારફત યોજાયેલ જેમાં 300 છાત્રો જોડાયેલ હતા.

આ એક દિવસીય કાર્યશાળામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી અને સ્પીપા રાજકોટનાં તજજ્ઞ  નરેન્દ્રભાઈ દવે , વિજ્ઞાન ગુર્જરીનાં  પ્રદીપભાઈ જોષી , ડો . નિકેશભાઈ શાહ , તલાટી મંત્રી   જય ચોટલીયા વગેરેએ ઉપસ્થિત રહી ભાગ લેનાર છાત્રોને માર્ગદર્શીત કરેલ હતા . વિધાથીઓને માર્ગદર્શીત કરતાં   નરેન્દ્રભાઈ દવે એ ” વૈદિક ગણિતનો ઉલ્લેખ કરી છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાનું ગણિત માટે સરળ તકનીકો સમજી તૈયારી કરવાનું જણાવેલ અને સ્પીપામાં કઈ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તે અંગે માર્ગદર્શીત કરેલ હતા. કાર્યશાળાને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશીષભાઈ કિડીયા, હીરાબેન , સોનલબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.