મેદસ્વિતાપણાનો ડર દૂર કરી ચીઝ ખાઓ અને અનુભવો અનેક ફાયદાઓ

શરીરને તાત્કાલિક એનર્જી પૂરી પાડવાની સાથે ખોરાક પચાવવામાં પણ મદદરૂપ

ચીઝ દુધની બનાવટ હોવાના કારણે દુધના ગુણોનો ભંડાર

પનીરમાંથી બનતી ચીઝ લગભગ દરેકને દાઢે લાગેલી હોય છે. અનેક વાનગીઓ, ફાસ્ટફૂડમાં ચીઝનો ભરપુર માત્રામાં ઉપયોગ થતો હોય છે. બાળકોથી લઇ મોટેરાઓ સુધીનાને ચીઝ ભાવતી જ હોય છે. પરંતુ ઘણા લોકો મેદસ્વિતાના ભયની ચીઝ ખાવાનુ ટાળે છે. અમુક માત્રામા ચીઝનું સેવન કરવાની મેદસ્વિતાપણુ આવતુ નથી. તો ઘણા લોકો ચીઝ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનુ માને છે. પરંતુ તેવુ બિલકુલ નથી. દુધની બનાવટ ચીઝમાં દુધના પણ અનેક ગુણો રહેલા છે. ચીઝ શરીરને તાત્કાલિક એનર્જી પૂરી પાડવાની સાથે તાકાતવર બનાવે છે.

ચીઝ શરીરના અંદરના અવયવો માટે પણ ફાયદાકારક છે જેમ કે ચીઝમાં એક એવા પ્રકારનુ એસિડ હોય છે જે ધમનીઓમાં કોઇપણ પ્રકારનુ બ્લોકે જ હોય તેને દૂર કરે છે. આ ઉપરાંત પાચન અને પાચનતંત્ર માટે મેટાબોલિઝમનો રો અત્યંત મહત્વનો છે. ચીઝમાં ડાયટ્રી ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે જે ખોરાક પચાવવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય માટે નુકશાન કારક ગણી લેવાતી ચીઝમાં કેન્સર જન્ય કારણો અને કેન્સર થવાના ચાન્સ ઓછા કરવાની ક્ષમતા છે પેટનું કેન્સર, બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થયું છે.

ચીઝમાં સૈચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીરમાં પુરતી માત્રામા જાય તો ફાયદાકારક પરંતુ અતિરેક ચીઝનું સેવન સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.

ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે કે ચીઝ દાંત સાફ રાખવામાં પણ મદદરૂપ છે.

ચીઝમાં ચીકાશ હોવાને કારણે તે દાંતના કોઇપણ પ્રકારના ડાઘા સાફ કરવામાં મહત્વની ભુમિકા ભજવે છે. નિયમીત ચીઝ ખાવાથી દાંત સ્વચ્છ, ચમકીલા અને સફેદ થવાની સંભાવના ભારોભાર વધી જાય છે.

હવે વાત કરવાની છે ચીઝના સૌથી મોટા ફાયદાની ચીઝ હાડકાંને ખૂબ મજબૂત બનાવે બાળકોને નાનપણથી જ ચીઝ ખવડાવવામાં આવે તો તેના હાડકા ખૂબ મજબૂત રહે છે. હા, પણ જો તમારુ જીવન બેઠાડુ હોય, કોઇ કસરત કે ભારે શ્રમ ન હોય તો ચીઝ ન ખાવી જોઇએ. ચીઝ પંજાબી શાક, પીઝા, ઢોસા, હોટડોગ, બર્ગર, વગેરેમાં ખૂબ વપરાય છે.

વર્તમાન સમયમાં ચીઝનો વપરાશ પણ વધ્યો હોય અને બજારમાં મળતી ચીઝ મોંઘી પડતી હોય જેથી હવે ગૃહિણીઓ જાતે જ ચીઝ બનાવતી થઇ છે. ઘરે ચીઝ બનાવવાની સાવ સરળ છે. પનીરમાં થોડુ ઘી ઉમેરી ક્રશ કરી લઇ એરટાઇટ ડબ્બામાં ભરી ફિઝરમા મુકી દઇ આસાનીથી બનાવી શકાય છે.