ચોકલેટ ખાવાથી થાય છે આ બીમારીમાં મોટી રાહત

ચોકલેટનું નામ સાંભળતા જ દરેકના મોઢામા પાણી આવી જાય છે. આજની તારીખમાં કોઈ ખુશી વ્યક્ત કરવા મીઠાઈ મળે કે ન મળે, પણ ચોકલેટ તો કોઈ પણ જગ્યાએ આસાનીથી મળી જ રહે છે. આબાલ વૃદ્ધ દરેકને ચોકલેટનો સ્વાદ પ્રિય છે. તો જાણીયે આ ચોકલેટ કેટલી ફાયદાકારક છે અને કેટલી નુકસાનકારક.

સામાન્ય રીતે ડિપ્રેશનના પેશન્ટને શરૂઆતમાં ચોકલેટ ખાવાની બહુ મજા આવે છે, પણ ચોકલેટનો વધુ પડતો ઉપયોગ વજન વધારે છે.

ઘણી વખત અમુક ટાઇપના ડિપ્રેશનમાં પેશન્ટને ગળ્યું ખાવાની બહુ ઇચ્છાઓ થતી હોય છે, તેથી ડિપ્રેશનના પેશન્ટ ચોકલેટ વધુ ખાય છે. તેનાથી તેમનો મૂડ સારો પણ થાય છે.

એક રિસર્ચમાં એવું જણાવવામાં આવ્યું છે કે ડિપ્રેશનના પેશન્ટ્સને જાણે ચોકલેટની જ વધુ ભૂખ લાગે છે, ફળ અને વેજીટેબલની નહીં.

ડાર્ક ચોકલેટ હાર્ટ માટે ફાયદાકારક છે. ચોકલેટમાં એન્ટિ ઓક્સિડન્ટ ન હોવાને કારણે તે હેલ્દી છે, પરંતુ લિમિટમાં ખવાય તો જ તે ફાયદાકારક સાબિત થાય છે.

ચોકલેટમાં આવેલાં લગભગ ૬૦૦ જેટલાં કેમિકલ્સના કારણે મગજનાં કેમિકલ્સ ડોપામાઇન, સેરોટોનિનમાં વૃદ્ધિ થાય છે.

જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે પોતાની જાતને સારું લગાડવા ચોકલેટનો વપરાશ વધારી દે છે. ચોકલેટથી ડિપ્રેશનમાં થોડો સમય રાહત લાગે છે, પણ તે લાંબા ગાળાનો ઇલાજ નથી અને તે એન્ટિ ડિપ્રેશન્ટ નથી તે ચોક્કસ યાદ રાખવું જોઈએ.