Abtak Media Google News

ડ્રાય ફ્રૂટ્સમાં સારી એવી માત્રામાં વિટામિન-ઈ હોય છે. આ વિટામિનના પણ ગામા-ટોકોફેરોલ અને આલ્ફા-ટોકોફેરોલ એમ મુખ્ય બે પ્રકાર હોય છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડ્રાય ફ્રૂટ્સમાં ગામા-ટેકોફેરોલ ઘટક વધુ હોય છે એ અસ્થમાના દરદીઓ માટે વધુ ફાયદાકારક હોય છે. આ ઘટક ફેફસાં સુધી હવા પહોંચાડતાં એરવેમાં સોજો કે લાલાશ હોય તો એ ઘટાડે છે.

સામાન્ય રીતે અસ્થમાના દરદીઓમાં આવું ઈન્ફલેમેશન વધુ રહેતું હોય છે, પરંતુ ડ્રાય ફ્રૂટ્સમાંના આ ઘટકથી સોજો-લાલાશ ઘટતો હોવાથી અસ્થમાના અેટેક પ્રિવેન્ટ કરવામાં મદદ મળી રહે છે. કોર્ન ઓઈલ, સોયબીન ઓઈલ કે તલના તેલમાં પણ આ ઘટક હોય છે. જો કે અભ્યાસ પછી નિષ્ણાતોનું કહેવું છે કે તેલને બદલે અખરોટ જેવાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી વધુ ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.