ગજબ થયું !! સનકી પ્રેમીએ યુવતીનો પીછો કરવા ગાડીમાં મુક્યું કંઈક આવું…

વેલેન્ટાઈન ડે ના દિવસે આપણે અનેક પ્રેમી અને પ્રેમિકાની કહાની સાંભળી હશે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે એક તરફી પ્રેમમાં પાગલ હોય છે. આવો જ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમિકાની જાસુસી કરવા સનકી પ્રેમીએ તેણીના મોપેડ પર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે જ્યાં વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમિકાને પામવા માટે સનકી પ્રેમીની અજીબ કરતુંત સામે આવી છે. પ્રેમી પ્રેમિકાનો પીછો કરવા માટે પ્રેમિકાના મોપેડ પર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. યુવતીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીને પકડે તે પહેલા જ તે ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે થયો હતો પ્રેમ ???

આજનું યુવાધન સોશિયલ મીડિયાનો વપરાશ વધુ કરી રહ્યું છે. ત્યારે એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો હતો. બંને વચ્ચે મિત્રતા થયા બાદ યુવતી ની જાસૂસી કરવા માટે મોપેડ પર જીપીએસ ટ્રેકર ફીટ કર્યું. યુવતીએ ગાડી સર્વિસમાં મૂકી ત્યારે તેણીને સમગ્ર હકીકત જાણવા મળી હતી.

જીપીએસ ટ્રેકરનો ઉપયોગ પોલીસ સામાન્ય રીતે આરોપીને પકડવા માટે કરતી હોય છે ત્યારે આ સનકી પ્રેમીએ યુવતીને ક્યાં જાય છે તેનો પીછો કરવા માટે અને બધી વિગતો મેળવવા માટે જીપીએસ લગાવ્યુ હતું. ત્યારે જ હતી એ ગેરેજમાં બાઈક ખોલાવતા તેને જાણ થઈ કે બાઈકમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે ત્યારે તેણીએ નિકુંજ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.