ધોળકા-બગોદરા હાઇવે પર ઇકો કારને નડ્યો જીવલેણ અકસ્માત: પાંચના મોત

 

બરવાળા માતાજીના મંદિર જઈ રહેલા ખેડાના વારસંગ ગામના પરિવારના ત્રણ મહિલા અને બે પુરુષોને કાળ ભેટતા આક્રંદ

 

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ધોળકા-બગોદરા હાઇ-વે પર ઇકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ઇકોમાં સવાર ખેડાના વારસંગ ગામના પરિવારના ત્રણ મહિલા સહિત પાંચ લોકો એક સાથે કાળનો કોડીયો બનતા આક્રંદ છવાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડા જિલ્લાના વારસંગના ઠાકોર પરિવારના સભ્યો હોવાની માહિતી મળી છે. આ પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શનકરવા જતા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  મહત્વનું છે કે 10 દિવસ પહેલા આ જ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં પણ ત્રણ મુસાફરોના મોત થયા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામનાર

(1) બહાદુરભાઈ લાખાભાઇ ઠાકોર

(2) હંસાબેન બહાદુરભાઈ ઠાકોર

(3) કંચનબેન પ્રવીણભાઈ ઠાકોર

(4) છાયાબેન મહેન્દ્રભાઈ ઠાકોર

(5)મહેન્દ્રભાઈ બહાદુરભાઇ ઠાકોર

અકસ્માતમાં ઈજાગ્રસ્તોની યાદી

(1) પ્રવીણ લાખાભાઈ ઠાકોર

(2) લલીતાબેન રાકેશભાઈ ઠાકોર

(3) ધર્મરાજ બહાદુરભાઈ ઠાકોર

(4) રાજેશકુમાર બહાદુરભાઈ ઠાકોર

(5) આશાબેન ધીરુભાઈ ઠાકોર

(6) ધીરુભાઈ લાખાભાઈ ઠાકોર

(7) રાહુલકુમાર રાજેન્દ્રભાઈ ઠાકોર

(8) ગોપીબેન મહેન્દ્રભાઈ ઠાકોર

(9) ધવલકુમાર પ્રવીણભાઈ ઠાકોર

(10) હિતેશકુમાર ઠાકોર