દેશની અંદર આર્થિક ગતિવિધિ ઝડપથી વધી છે જેમાં સુરતનું મોટું યોગદાન છે: અમિત શાહ

સુરતમાં ભાજપ દ્વારા સ્નેહ મિલન યોજાયો

ભાજપના કાર્યકર્તાઓની સેવા કરી તેમની અડચણ દૂર કરવાનો પ્રયત્નો હર હમેશા કરે છે: સી.આર. પાટીલ

જેમ તમે મારો મુખ્યમંત્રી તરીકે વટ પાડી દીધો તેમ અમારી ઓફીસમાં આવશો તો અમે પણ તમારો વટ પાડી દઇશું: ભુપેન્દ્રભાઇ પટેલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ આજે તારીખ 24-11-2021 ના રોજ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. સુરત ખાતેના સ્નેહ મિલન કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ વર્ચ્યૂઅલી જોડાયા હતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ  તથા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પહેલા સુરત મહાનગરના યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી જેમા પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું બાઇક રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહે દરેક કાર્યકર અને સુરતવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી. હળવા અંદાજમાં  અમિતભાઇ શાહે જણાવ્યું કે મે  સી.આર.પાટીલ ને ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવાનો એક અવસર મને આપજો તો રૂબરુ આવીશ. સુરતનો સ્વચ્છતામાં બીજો નંબર આવ્યો છે એટલે સુરતના મેયર અને તેમની ટીમ તેમજ કર્મચારીઓ અને ભાજપના સુરતના તમામ કાર્યકરો અને સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યો અને ટકોર કરી કે આવતા વર્ષના સર્વેક્ષણમાં સુરતનો પહેલો નંબર આવે તેવો સંકલ્પ કરવા હાંકલ કરી. અમિતભાઇ શાહે જણાવ્યું કે ગુજરાતની જનતાના આશિર્વાદ સતત મળતા રહે છે.

સુરત પુરા ભારત માના કેટલાક એવા શહેરોમાનું એક છે જયા એક પણ રાજયનો નાગરિક ન હોય તેવું શકય નથી. સુરતમાં આખુ લઘુ ભારત વસેલુ છે.  સુરતના વિજયનો મતલબ ભારતનું મેડેન્ટ. સુરત છેલ્લા 32 વર્ષથી ભાજપને વિજય અપાવતું આવ્યું છે.  અમિતભાઇ શાહે જણાવ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ અને તેમની ટીમે જે રીતે પેજ પ્રમુખનું રાજયભરની અંદર ગુથણી કાર્ય કર્યુ તે બદલ અભિનંદન પાઠવ્યા. અમિતભાઇ શાહે જણાવ્યું કે સંગઠનના આધારે કેવી રીતે ચુટણી જીતી શકાય,સંગઠનના આધારે જન કલ્યાણની વાતો લોકો સુધી કેવી રીતે લઇ શકાય,સમાજ સેવા કેવી રીતે કરી શકાય તેનું આદર્શ ઉદાહરણ ગુજરાત ભાજપ સંગઠને પુરુ પાડયું.સુરત એ ગુજરાતના વ્યાપારનું એપી સેન્ટર છે. ગુજરાતના વિકાસ ક્ષેત્રમાં સુરતવાસીઓએ ખમીર દેખાડયું છે.

અમિતભાઇ શાહે જણાવ્યું કે, કોરોનાના કપરા સમય પછી   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની અંદર આર્થિક ગતીવિધી ઝડપથી વધી છે જેમા સુરતનું મોટુ યોગદાન છે. આવનાર દિવસોમાં  નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનવાનું ભારતનું લંક્ષ્યાક છે. વડાપ્રધાનએ ચૂંટણી સમયે કરેલ વચનો પરિપુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આવનાર સમયમાં જયારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે બહુમતીના બધા રેકોર્ડ  સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તુટે તેવી શુભકામના પાઠવી.અમિતભાઇ શાહે જણાવ્યું કે, આજે ગુજરાતના લોકલાડીલા અને દેશના યશસ્વી વડાપ્રધાનએ દેશવાસીઓના હીતમાં હોળી સુધી  ગરીબ કલ્યાણ અન્ન યોજનાને  લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતના વિકાસને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવતા સંબોધન કર્યું કે, સુરતને સ્વચ્છતામાં સતત બીજી વાર બીજો નંબર મળ્યો છે અને આજનો કાર્યક્રમ સુરતવાસીઓને, સફાઇ કામદારોને, મહાનગર પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓને સમર્પિત કર્યો. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોવું એ  એક ગૌરવપૂર્ણ બાબત છે .

પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જનતાનું સમર્થન મળે છે જેનું મુખ્ય કારણ આદરણીય વડાપ્રધાનએ કરેલી ગુજરાતની જનતાની સેવા અને ગુજરાતમાં કરેલ વિકાસ છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધીઓની જીત પાછળ મહત્વનો ફાળો  નરેન્દ્રભાઇ મોદીનો છે. રાજય અને કેન્દ્ર સરકારની લોક ઉપયોગી યોજનાના સથવારે ભાજપનો કાર્યકર્તા લોકોની સેવા કરી તેમની અડચણ દુર કરવાનો પ્રયત્ન હરહમેશા કરે છે. આજના આ કાર્યક્રમ ને કારણે આખા ગુજરાતનું ધ્યાન સુરત તરફ કેન્દ્રીત થયું છે.

ભૂપેન્દ્રભાઈ પટેલજીએ જણાવ્યું કે, પ્રજાજનોના સહકાર વગર અમુક કાર્યો શક્ય હોતા નથી. આજે સુરત શહેરના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ જેમ મારો મુખ્યમંત્રી તરીકે વટ પાડી દીધો તેમ તમે અમારી ઓફિસમાં આવશો તો અમે પણ તમારો વટ પાડી દઈશું. માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહ, જે.પી.નડ્ડાજી, સી.આર.પાટીલ  એ જે વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને પૂર્ણ કરીશું. પ્રજાજનોના સહકાર વગર અમુક કાર્યો શક્ય હોતા નથી.

ભુપેન્દ્રભાઈ પટેલે અંતમાં જણાવ્યું કે, ઈલેકશનના સમયમાં જ ખભા પર હાથ મુકવા વાળા મળે બાકીના સમયમાં કોઈ દેખાય નહિ અને એ આપણે સૌએ આ કોરોના કાળમાં જોયું છે કે જે સમયમાં બાપ એ દીકરાને છોડ્યો હોય, દીકરાએ બાપને છોડ્યો હોય એવા સંજોગોમાં ભાજપનો કાર્યકર્તા હરહંમેશા પ્રજાની વચ્ચે ઊભો રહી સેવા કરતો રહ્યો છે. લાઇટ, પાણી, ગટર, સ્વચ્છતા સુરતમાં આપણે કરતા આવ્યા છે અને નવું ડેવલોપમેન્ટ રિવર ફ્રન્ટનું પણ સુરત શહેરે આયોજન કર્યું છે એમાં સરકાર સાથે ઊભી છે. જેટલી ઝડપ તમે કરશો એટલી ઝડપ અમે કરીશું. આ શહેરને સુંદર બનાવવા માટે તમારો જે પ્રયત્ન હશે એમાં સરકાર તરીકે હું અને મારી ટીમ તમારી સાથે ઉભા છીએ.

આપણે કોઈને હરાવા માટે નથી જવાનું. આપણે જીતવા માટે જન્મ લીધો છે. આપણે 182 સીટ જીતવાની છે. આપણે કોઈને હરાવવાના નથી. ભાજપ મેથેમેટિકલી રીતે આગળ વધે છે. પેજ પ્રમુખ, પેજ કમિટી, બુથ સમિતિ, મંડળ સમિતિ બધીજ યોજનાઓ સ્થળ ઉપર દરેકે સારી રીતે બનાવી છે અને દરેક કાર્યકર્તા એની અંદર સક્રિય રીતે કાર્ય કરી રહ્યો છે.સુરતના સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી અને સાંસદ દર્શનાબેન જરદોશ, રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, મંત્રી પુર્ણેશભાઇ મોદી,મંત્રી મુકેશભાઇ પટેલ,મંત્રી  વિનોદભાઇ મોરડીયા,મંત્રી  કનુભાઇ દેસાઇ, પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા,  ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશના સંગઠન મંત્રી રત્નાકરજી,

સુરત શહેરના ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોઘાણી, સુરત મહાનગર પાલિકા શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપુત, સુરત શહેરના પુર્વ મેયર ફકિરભાઇ ચૌહાણ, નવસારીના પ્રમુખ ભુરાભાઇ શાહ, સાંસદપ્રભુભાઇ વસાવા ,ધારાસભ્ય કાંતીભાઇ બલર, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, ધારાસભ્ય અરવિંદભાઇ રાણા, ધારાસભ્ય  ઝંખનાબેન પટેલ, ધારાસભ્ય સંગીતાબાન પાટીલ,  જિલ્લા પ્રમુખ સંદિપભાઇ દેસાઇ, સુરત શહેરના પુર્વ મેયર  અસ્મિતાબેન શિરાયા,સહપ્રવકતા ભરતભાઇ ડાંગર  નીરજંનભાઇ ઝાંઝમેરા, સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, શહેરના અધ્યક્ષ નીરંજનભાઇ ઝાઝમેરા,પુર્વ મંત્રી કુમારભાઇ કાનાણી સહિત આગેવાનો અને હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા