ભુજના કેરા ગામે ખોજા જમાતમાં આર્થિક ગોટાળા,જાણો કઇ રીતે આચર્યું સમગ્ર કૌભાંડ ?

ભુજ તાલુકાના કેરા ગામે ખોજા જમાતમાં થયેલા આર્થીક ગોટાળાની આમતો લાંબા સમયથી ફરીયાદ અને ચર્ચા છે. અને અગાઉ આ મામલે નાની-મોટી ચકમક સહિતના મામલાઓ પણ સામે આવી ગયા છે. જો કે 2008 થી 2018 વચ્ચે જમાતમાં હોદ્દા પર રહેલા 4 જવાબદાર વ્યક્તિઓ સામે પુરાવા સાથેની ફરીયાદ માનકુવા પોલિસ મથકે નોંધાઇ છે જેમાં 1.44 કરોડની ઉચાપત કેનેડા,મુંબઇ સહિત વિવિધ લોકોએ જમાતને આપેલા કરાઇ છે. ખોજા સિયા ઇસ્ના અસરી જમાત કેરાના સેક્રેટરી ફઝલેઅબ્બાસ ઔનઅલી ખોજાએ આ ફરીયાદ કરી છે. જેમાં આરોપી તરીકે 2008 થી 2018 દરમ્યાન જમાતના વિવિધ હોદ્દા પર રહેલા(1) રજબઅલી ગુલામહુસૈન અલી પુર્વ સેક્રેટરી (2) અસ્લમ હસન અલી ખજાનચી પુર્વ (3) નજર અબ્બાસ હુસૈનઅલી કારબારી સભ્ય પુર્વ(4) મહમંદ ફકીરમામદ કારોબારી સભ્ય પુર્વ સામે 406,420,114 સહિત વિવિધ કલમો તળે માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે. અને પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કઇ રીતે આચરાયુ સમગ્ર કૌભાડ?

વર્ષ 2008 થી 2018 દરમ્યાન થયેલા ગોટાળાઓ ધ્યાને આવ્યા બાદ ફરીયાદી તથા સમાજના અન્ય વ્યક્તિઓ હોદ્દા પર આવ્યા હતા અને અગાઉ આવેલા ફંડના હિસાબો ચેક કરતા તેમાં આ ગોટાળો સામે આવતા પુર્વ હોદ્દેદારોને આ અંગે પુછાણુ લેવાયુ હતુ. જો કે યોગ્ય જવાબ કે માહિતી ન મળતા આ અંગે વડોદરા સ્થિત માન્ય કંપનીમાંથી જમાતના એકાઉન્ટનુ ઓડીટ કરાવાયુ હતુ. જેમાં 10 વર્ષ દરમ્યાન વિવિધ દાત્તાઓ તરફથી શિક્ષણ અને આરોગ્ય સહિતના કાર્યો માટે આવેલા ફંડની રકમ પોતાના નજીકના વ્યક્તિઓના ટ્રસ્ત તેમજ અન્ય જગ્યાએ આપી આ કૌભાડ આચર્યુ હતુ. સજાદીયા ટ્રસ્ટ કેનેડા તથા અલઅમામ ચેરીટેબલ ટ્રસ્ટ્ર મુંબઇ તરફથી મળેલા 28.91 લાખની રકમમાંથી 19.25 લાખ પોતાના ટ્રસ્ટમાં જમા કરી કેરા જમાત ખોજા સિયા ઇસ્ના અસરી જમાત કેરામાં જમા થયા નથી તો કેરામાં સમાજની નિર્માણ પામી રહેલા નવી બિલ્ડીંગના પેમેન્ટ પૈકી જે રકમ દર્શાવાઇ છે. તેના કોઇ હિસાબ નથી. તો જે પેઢીને બિલ્ડીંગ કાર્ય માટે લેવાયેલી વસ્તુઓનુ ચુકવણુ થયુ છે. તે પણ ઉચાપત કરનારના પિરચીત હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. તો જમાતને મળેલી જમીનનો ખોટો ઉપયોગ કરી તેના પૈસા પોતાના ટ્રસ્ટમા જમા કરાવેલ છે. આવી અનેક બાબતોમા સત્તાનો દુર ઉપયોગ કરી ઉપરોક્ત શખ્સોએ અત્યાર સુધી 1.44 કરોડની ઉચાપત કરી હોવાનુ ધ્યાને આવતા ફરીયાદ નોંધાવી છે.