અર્થતંત્ર ટનાટન: દેશની નિકાસ વધીને 60 લાખ કરોડની થવાનો અંદાજ

નિકાસમાં વધારો વેપાર ખાધ અને ફોરેક્સ રિઝર્વને પણ રાહત આપે તેવી આશા

ભારતનું અર્થતંત્ર ટનાટન બની રહ્યું છે. દેશની ચાલુ નાણાકીય વર્ષની નિકાસ રૂ. 60 લાખ કરોડને પાર થાય તેવો અંદાજ છે. જેમાં ગત વર્ષથી 30 ટકાનો ઉછાળો હશે. નિકાસ વધતા હવે બેલેન્સ ઓફ ટ્રેડને પણ રાહત મળવાની આશા સેવાઈ રહી છે. તો બીજી તરફ નિકાસ વધવાથી ફોરેક્સ રિઝર્વ ઉપરનું દબાણ પણ હળવું થશે.

દેશમાં માલની નિકાસ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 470 થી 480 બીલીયન ડોલર એટલે કે અંદાજે 38 લાખ કરોડની રેન્જમાં રહેવાની સંભાવના છે. વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે  આ માહિતી જાહેરાત કરી છે.  સચિવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વેપાર ખાધ “સંતોષકારક સ્તર” થી ઉપર નહીં જાય.  ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં વેપાર ખાધ 100 બિલિયન ડોલર એટલે કે 8 લાખ કરોડને વટાવી ગઈ છે.

સુબ્રમણ્યમે ને જણાવ્યું કે 2022-23માં સામાનની નિકાસ 470 થી 480 બીલીયન ડોલર થશે.  તે જ સમયે, સેવા ક્ષેત્રની નિકાસ 280 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે અમે આ નિકાસ લક્ષ્યને લઈને સાચા માર્ગ પર છીએ.  ચાલુ નાણાકીય વર્ષ માટે ચોક્કસ લક્ષ્ય પછીથી જાહેર કરવામાં આવશે. ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ ગયા નાણાકીય વર્ષમાં 669.65 બિલિયન ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે.  પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં આ 34.50 ટકાનો ઉછાળો છે. સેક્રેટરીએ કહ્યું કે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીના ભાવમાં નરમાઈ આવી છે, જેના કારણે આગામી મહિનાઓમાં વેપાર ખાધમાં ઘટાડો થશે.  “એકંદરે, અમે સંતોષકારક સ્તરને પાર કરીશું નહીં,” તેમણે કહ્યું.