ગમે તેવી મૂશ્કેલીમાં પણ બાળકોને શિક્ષણ આપો: ડો. પરિન સોમાણી

અબતક, અરૂણ દવે, રાજકોટ

વિદેશોમાં વર્ષોથી રહીને મૂળ ભારતીય ડો. પરિન સોમાણી યુ.કે.ના લંડનમાં મહિલા-બાળ અને યુવા વિકાસની સુંદર પ્રવૃત્તિ પ્રોજેકટ ચલાવીરહ્યા છે. તેઓ આ પરત્વેના ગ્લોબલીવર્ક માટે 80 વર્ષથી વધુ દેશોની મુલાકાત પણ લીધી છે. ભારતના ચંદ્રકલા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રોજેકટ લાઈફમાં તેઓ બ્રાંડ એમ્બેસેડર છે.

અબતકની શુભેચ્છા મૂલાકાતમાં મહિલા-બાળ વિકાસ અને યુવા સંર્વાગી વિકાસ બાબતે કરી મૂકત મને ચર્ચા

અબતકની શુભેચ્છા મુલાકાતે પધારેલ ડો.પરિન સોમાણીએ જણાવેલ કે વિકાસમાં શિક્ષણનું ઘણુ મહત્વ છે. દરેક મા-બાપે પોતાના સંતાનોને શિક્ષણ અપાવવું જ જોઈએ. વિદેશો કરતાં ભારતમાં આ બાબતે મા-બાપોમાં નિરસતા જોવા મળે છે. સ્ટ્રીટ ચિલ્ડ્રન ભીખ માંગે છે અને શાળાએ જતા ન હોવાથી તેનો વિકાસ રૂંધાય છે. બાળ યુવા અને મહિલા વિકાસ બાબતે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. બાળકોને ગમે તેવી મુશ્કેલીમાં પણ શિક્ષણ અપાવવું જરૂરી છે.

વિદેશોમાં ઓછી વસતીને કારણે તરૂણોનો વિકાસ ઝડપી છે ત્યારે ભારતમાં આ કારણે ઘણી સમસ્યાઓ

છેલ્લા દશકાથી મહિલા ઉત્થાન અને બાળકોના સંર્વાંગી વિકાસ પરત્વે કાર્યકરતાં ડો. પરિન સોમાણીએ ભારતની વિવિધ સંસ્થાઓ સાથે ઉમદા કામગીરી કરીને તરૂણો યુવાઓ અને બાળકોને મોટીવેટ કરીને તેનો સંવાર્ંગી વિકાસ કરાવ્યો છે. આજના યુવાનોને લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ બાબતે તેમનામાં પડેલી વિવિધક્ષમતાઓને બહાર કાઢવાની જરૂર છે. તેવો ડો.પરિન સોમાણીએ ભારપૂર્વક વાત કરી હતી.

પોતાની બંને પુત્રીને સંપૂર્ણ સમય આપીને શ્રેષ્ઠ વિકાસ કર્યા બાદ તે અનુભવોના આધારે વિશ્ર્વનાં 80 થી વધુ દેશોમાં બાળ-યુવાને મહિલાઓના સંર્વાગી વિકાસ બાબતે કાર્ય કર્યું છે. તેઓ વિશ્ર્વના ગણમાન્ય મોટીવેશનલ સ્પીકર છે. દર વર્ષે બેથી ત્રણ વિઝીટ ભારતની કરીને વિવિધ સંસ્થાઓને સહયોગ કરી રહ્યા છે.

ભારતની વિવિધ શિક્ષણ સમસ્યાઓ સાથે નવી શિક્ષણ નીતિ 2020ના ડ્રાફટમાં પણ તેઓએ માર્ગદર્શન આપ્યું હતુ. પ્રોજેકટ લાઈફનાં 41મા સ્થાપના દિવસે ખાસ ભારત આવેલા ડો.પરિન સોમાણીએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે લાઈફના પ્રોજેકટ દ્વારા જે શાળા નિર્માણ કરાય છે. તેના છાત્રો -શિક્ષકોને માર્ગદર્શન આપીને શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રેરણા અપાય છે.

ડો. પરિન સોમાણીને મલ્ટી ઈન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે. તેઓ ઈન્ડીપેન્ડન્ટ એકેડેમીક સ્કોલર છે. તેઓ હાલ વૈશ્ર્વિકસ્તરે મહિલા બાળ યુવા વિકાસ માટે સતત અને સક્રિય કાર્યકરી રહ્યા છે. અબતકની મૂલાકાતમાં તેણે વિદેશી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેની વિવિધ વાતો સાથે મહિલા-બાળ-યુવા વિકાસની તુલનાત્મક વાતો રજૂ કરી હતી.

ડો. પરિન સોમાણીએ ગ્લોબલ એજયુકેશન ફેકટરમાં ઘણું કરવાની વાત સાથે મા-બાપ અને શિક્ષક સાથે શિક્ષણ સીસ્ટમને મહત્વની ગણી હતી. ચિલ્ડ્રન એજયુકેશન બાબતે તેની ઉંડી સુઝને કારણે વૈશ્ર્વિક સ્તરે તેમના કાર્યોની નોંધ લેવાય છે. ભારતમાં પણ વિવિધ સંસ્થાઓના સથવારે તેઓ આ પરત્વેના પ્રોજેકટ સંભાળી રહ્યા છે.