Abtak Media Google News

જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક

પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે. વાડોદરીયાએ શિક્ષણ જગત અંગે વિગતો આપી

‘ભણતર’ આ શબ્દ સાંભળતા જ નજર સામે પુસ્તકો, સ્કૂલ બેગ ધ્યાનમાં આવે છે પરંતુ ખરેખર શિક્ષણ અથવા ભણતર કેવું હોવું જોઈએ તે અંગે માહિતી આપતા પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરીયાએ એજયુકેશન સિસ્ટમ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, એજયુકેશન એ કોઈ મીકેનીકલ પ્રોસેસ નથી. શિક્ષણ એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જયારે બાળક જન્મ લે છે ત્યારે બાળક શુઘ્ધ સ્વ‚પમાં હોય છે. એમ કહેવાય કે બાળક કોરી પાટી સમાન હોય છે તો આ બાળક સ્કૂલમાં જઈ જે કંઈ પણ જ્ઞાન મેળવે તે તેનામાં સંપૂર્ણપણે ઉતરી જાય છે. બાળક પર ભવિષ્યનો આધાર રહેલો છે.

Sequence 033અત્યારના ફાસ્ટ યુગમાં બાળકોને બે કે અઢી વર્ષનાં થાય એટલે પ્રિ-પ્રાઈમરી કરાવવામાં આવે છે પરંતુ તે સમયે મોટુ કનફયુઝન એ હોય છે કે કંઈ સ્કૂલમાં બાળકને બેસાડવા ઉપરાંત માધ્યમને લઈને પણ પ્રશ્ર્નો ઉદભવતા હોય છે પરંતુ તેમના મતાનુસાર બાળક જયાં સુધી પાંચ વર્ષનો ન થાય ત્યાં સુધી કોઈપણ સ્કુલમાં બેસાડવા જોઈએ નહીં. જો બાળક છ કે સાત વર્ષ શાળાએ જશે તો શરીરનો વિકાસ થશે. તેથી બાળક દરેક પરિસ્થિતિને સમજી શકશે એટલા માટે મોટી ઉંમરે બાળકને શાળામાં મુકવા જોઈએ.

આ ઉપરાંત ઉમેરતા જણાવ્યું કે બાળક માત્ર શિક્ષણ મેળવે એટલું જ નહીં પરંતુ તેના કૌશલ્યો ખીલે તે પણ ખુબ જ જ‚રી છે. અત્યારના સમયમાં લોકો અંગ્રેજી માધ્યમ તરફ આંધરી દોટ મુકી છે પરંતુ માતૃભાષાથી બાળકો એટલા જ દુર છે તો અંગ્રેજી શીખવું જ‚રી છે પરંતુ ગુજરાતી પર પકડ હોય તે પણ આવશ્યક છે અને માતૃભાષાને લઈ ગાંધીજીએ એવું કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ છતાં પણ કોઈ બાળક અંગ્રેજીમાં શિક્ષણ મેળવ્યા બાદ તેનું પરફોમન્સ સારુ હોય તો તે યોગ્ય છે કે તે અંગ્રેજીમાં શિક્ષણ મેળવે પરંતુ જે બાળક અંગ્રેજીમાં મુંજાતું હોય તેના માટે ગુજરાતી શિક્ષણ જ બેસ્ટ છે. ખાસ તો જ્ઞાન મેળવવા માટે પહેલાના સમયમાં એવું મનાતું કે ‘સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમ ઝમ’ પરંતુ હાલના સમયમાં એવું નથી. અત્યારે શિક્ષણ વ્યવસ્થા એ જ્ઞાન સાથે ગમ્મત એવી છે. ભણવાની સાથો સાથ ગમ્મત પણ થાય તેવા પ્રયાસો હાલ કરવામાં આવ્યા છે. ઉપરાંત જ્ઞાન અને માહિતીની વાત કરતા જણાવ્યું કે માત્ર માહિતી એ જ‚રી નથી સાથે જ્ઞાન પણ હોવું જોઈએ. માહિતીએ બુદ્ધિનો વિકાસ કરે છે અને જ્ઞાન મોટા થઈને સુખ આપે છે. જેથી બંને જ‚રી છે. પ્રાથમિક શિક્ષણની વાત કર્યા બાદ તેમણે જણાવ્યું કે ખાસ તો ૧૦માં ધોરણ પછી બાળકો ફિલ્ડ પસંદ કરવામાં મુંઝવણ અનુભવે છે પરંતુ તે ન થાય તેના માટે બાળકના માં-બાપ અને શિક્ષકોએ ઉપરાંત વિદ્યાર્થીએ પણ તેના રસનો વિષય કર્યો છે તે જાણી લેવું જોઈએ.

For Paper Poster1ખાસ તો સ્પર્ધા પણ લોકો વચ્ચે ખુબ જ જોવા મળે છે કે બાજુવાળાના બાળક જેટલા ટકા તેટલા અમારા બાળકને નથી. તેમ વિચારતા હોય છે પરંતુ આ બાબત યોગ્ય નથી. ફિલ્ડ પસંદ કરતા પહેલા ખાસ બાળકના રસના વિષયને પારખવા જોઈએ. ઉપરાંત કયાંકને કયાંક એવું બનતું હોય કે બાળકને બનવું કંઈક બીજુ હોય અને ઘરેથી બાળકને બીજો કંઈ ફોર્સ કરવામાં આવતો હોય તો આવા વાલીઓએ સમજી લેવું જોઈએ કે તે પણ એક બાળક જ હતા અને વાલીઓએ વિચાર કરવો જોઈએ કે અત્યારે તેઓ જે કંઈ પણ છે એ તેમની ઈચ્છા અનુસાર છે કે તેમના માં-બાપની ઈચ્છા અનુસાર છે. બાળક તેની ઈચ્છા અને શકિત લઈને આવ્યો હોય છે તો બાળક જે બનવા ઈચ્છે તે તેને બનવા દેવું જોઈએ. ઉપરાંત ઘણાખરા વાલીઓની માનસિકતા એવી હોય છે કે જે બાળક સાયન્સ રાખે તે જ આગળ વધે તો આ માનસિકતા તદન ખોટી છે. બાળકને જેમાં રસ હશે તે ક્ષેત્ર તે સારું કામ કરી શકશે અને કોમ્પીટીશનના આ યુગમાં બાળક ટકી શકશે.

સાથો સાથ ફિ વધારા અંગે વિગત આપતા જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ મફત આપવાની જવાબદારી સરકારની હોય છે. આપણે પણ એ સિસ્ટમ હતી જેમાં સમયાંતરે ઘણા ફેરફાર થયા અને ૧૯૯૮માં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલનો કાયદો અમલમાં આવ્યો પરંતુ દિવસેને દિવસે ફિ વધવા માંડી. અમુક જગ્યાએ તો અત્યારે પણ ફીમાં વધારો થયો છે તો આવા સમયે ગયા વર્ષે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત સરકાર દ્વારા એક ફી નિર્ધારિત કાયદો આવ્યો ત્યારે શ‚આતમાં અને તેનો સ્વીકાર કર્યો હતો અને કાયદાનું પાલન કર્યું હતું. કારણકે વિવાદ ઘણા સમયથી ચાલતો હતો અને સરકાર એક ફિ નકકી કરી નાખે તો તકલીફ ન પડે. યુનિવર્સિટી, કોલેજો અને અમુક ડિગ્રીની ફી અત્યાર સુધી નકકી જ હતી પરંતુ શાળામાં આ નિયમ ન હતો. પણ જે સ્વ‚પે કાયદો આવ્યો તેમાં બાયફરગેશન નથી. ૧૫૦૦૦ ફી પ્રાયમરીની લેવાની, ૨૫૦૦૦ ફી સેકેન્ડરીની અને ૩૦,૦૦૦ હાયર સેકેન્ડરીની લેવાની. દા.ત.રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા જેવા મોટા સીટીમાં ૫૦૦ વારનું સંકુલ બનાવો કે ૧૦૦૦ વારનું સંકુલ બનાવો તે મોંઘુ જ પડવાનું છે તો આટલી ફીમાં શકય ન થાય અને સાથે-સાથે સરકારે ‚રલ અને સીટીનું અલગ નિયમ નથી કર્યો, દરેકની ફી સરખી જ રાખી છે તો સ્કૂલનું ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, બોર્ડ તેનું કયાંય બાયફરગેશન નથી કર્યું અને આ સંઘર્ષ ઉભો થયો છે અને આ સંઘર્ષ ખુબ જ નિંદનીય બાબત છે.

કારણકે શાળાએ કોઈ સામાન્ય સ્થળ નથી. મંદિર કરતા પણ પવિત્ર સ્થળ છે. જે વિદ્યાર્થી શાળાએથી સંસ્કાર મેળવે છે તે શાળાના સંચાલકો, શિક્ષકો અને વાલીઓ અત્યારે સામ-સામે લડી રહ્યા છે. ખરેખર, આ શ્રદ્ધાનો વિષય છે અને જ્ઞાન છે એ પરાણે ન લઈ શકાય. જ્ઞાન તો હંમેશા ગુરુ પાસેથી પ્રેમ-ભાવથી મળે છે પણ આ કાયદાનું અર્થઘટન ખોટું થયું છે. તેના કારણે આખા ગુજરાતમાં સંઘર્ષ ઉભો થયો છે. વાલીને ચિંતા છે, શિક્ષકો દુખી છે, સંચાલકો દુ:ખી છે તે વિચિત્ર પરિસ્થિતિનું નિરાકરણ સરકારે વ્યવસ્થિત કરવું જોઈએ કે શાળાનો વિસ્તાર, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, ‚રલ વિસ્તાર આ દરેકને ધ્યાનમાં રાખીને રજુઆત કરી હોત તો કોઈને મુશ્કેલી ન થાત. હવે પ્રશ્ર્ન એ થયો છે કે પ્રાયમરીની ફી ૧૫૦૦૦ લેવી, તો જે આઈસીઆઈસી બોર્ડ છે. આઈબી બોર્ડ છે કે જેના શિક્ષકોના સ્કેલ ખુબ ઉંચા હોય છે. ટેકનોલોજી હોય છે, કેમ્પસ મોટા હોય છે. દા.ત. ૫ થી ૬ હજાર એકરમાં કેમ્પસ હોય છે તો એ લોકોને આ શિક્ષણ આપવું પોસાય નહીં અને તેની ગુણવતા ઉપર પ્રશ્ર્ન આવીને ઉભો રહેશે. જો આ પરિસ્થિતિ આમ જ ચાલુ રહી તો દરેક શાળા છે તે ઈતર પ્રવૃતિ, એકટીવીટી, બાળકના વિકાસ માટે જે પ્રવૃતિ કરે છે તે વિખરાય તેવી વિચિત્ર પરિસ્થિતિ બનશે. વાલી સાચા છે કારણકે ઘણા વાલીઓ ફી ન ભરી શકે ત્યારે સરકાર આ કાયદો લાવે છે તે સારું છે પણ પહેલા સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલા દરેક વર્ગના લોકો માટે વર્ગ પ્રમાણે સ્કુલ બનાવે અને વિચારે કે લોકો સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ તરફ વળ્યા છે તો તેનું કારણ શું છે અને સંચાલકો સાથે નકકી કરી અને આ કાયદાનું નિર્માણ કર્યું હોત તો દરેક લોકોને સ્વીકાર્ય થાત અને આવા વિવાદથી શિક્ષણ-વિદ્યાર્થી વચ્ચે જે ભાવના છે એ નહીં રહે અને લાગણી વિનાનું શિક્ષણ હોય જ ન શકે. આવનારા દિવસોમાં દરેકનું માન-સન્માન જળવાય કે તેવો નિર્ણય લેવાય તો વિદ્યાર્થીના હિત માટે સારું નીવડી શકે.

આવનારા દિવસોમાં ગવર્મેન્ટ સ્કુલનો સમય આવે તો ખુબ સારી બાબત છે. વિશ્ર્વના બધા જ દેશોમાં આ પ્રકારનું શિક્ષણ આપવાની જવાબદારી સરકારની હોય છે અને જો સરકાર ખરેખર આવું ઈન્ફ્રાસ્ટ્રકચર અને આવી શાળાઓ લઈને આવે અને આ પ્રકારના શિક્ષકો, ટેકનોલોજી લઈને આવે તો તેનાથી ઉતમ બીજુ કંઈ જ હોય શકે. ભવિષ્યના રાષ્ટ્રનિર્માણ માટે જો સરકાર આવા પગલા લે તો તેનાથી વધારે આનંદ બીજો કંઈ જ ન હોય શકે પણ અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં તાત્કાલિક પગલા ન લઈ શકાય અને લાંબાગાળે સરકાર આ પ્રકારનું વિચારે તો ખુબ સારી વસ્તુ છે. નોર્થ ઈંગ્લેન્ડની સ્કુલને હું ખુબ જ સારી રીતે જાણુ છું અને ઈન્ડિયાની જે સ્કૂલ છે તેના કરતા ફોરેનનું ઈન્ફ્રાસ્ટ્રકચર સારુ છે ત્યાં કલાસ‚મમાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય છે. સાથે-સાથે ત્યાંની ગવર્મેન્ટની સિસ્ટમ ખુબ સારી છે ત્યાં રેટિંગ સિસ્ટમ પણ છે કે, જે સ્કુલનું રેટીંગ ખુબ સારું હોય તેને જ ગ્રાન્ટ મળે છે. ત્યાંના શિક્ષકો ખુબ સારુ કામ કરે છે, પેરેન્ટસ ખુબ સપોર્ટ કરે છે. કોઈ એવું ક્ધટ્રી નથી કે જયાં સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ હોય, દરેક ક્ધટ્રીમાં ગવર્મેન્ટ સ્કૂલ જ હોય છે અને ફોરેન એજયુકેશન સિસ્ટમની વાત કરીએ તો અહીં બાળકોને કાગળ ઉપર ભણાવવામાં આવે છે અને ફોરેનમાં વિદ્યાર્થીઓને પહેલા પ્રેકટીકલ દેખાડી ત્યારબાદ કાગળ પર લખાવવામાં આવે છે અને એક વાતનો ગર્વ છે કે વિશ્ર્વમાં જેટલા દેશ છે તે દરેક કરતા આપણા દેશના વિદ્યાર્થીઓનું ગણિત ખુબ જ સારુ છે. સાથે-સાથે આપણા વિદ્યાર્થીઓની શિસ્તતા પણ ખુબ સારી છે અને રાઈટીંગ સ્કીલ પણ ખુબ સારી છે. આપણે ત્યાં દરેક ધોરણમાં વિષયો નકકી જ છે, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓને ઓપ્શન આપવામાં આવે છે. ખરેખર દુ:ખી થઈ શકે તેવી બાબત એ છે કે ક્ધટેન્ટ ક્ધટેઈનીટી, ગુજરાત બોર્ડમાં ક્ધટેન્ટ ક્ધટેઈનીટી ઘટે છે. વિદ્યાર્થીઓને ધો.૮ સુધી વિષયો સહેલા લાગે છે અને ધો.૯માં વિજ્ઞાન, ગણિતનો જે કોર્ષ મુકયો છે તે હાઈ-લેવલનો છે.

આ વિશે અમે મુખ્યમંત્રીને રજુઆત પણ કરી હતી કે જયારે સિલેબસ બને ત્યારે એક સરખું ક્ધટેન્ટ રાખવું અને ધો.૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ ઓછુ આવવાનું કારણ પણ એજ છે. એકાદ દાયકા પહેલા એજયુકેશન સિસ્ટમ એવી હતી કે તમે વિદ્યાર્થીને કોઈપણ ધોરણમાં અટકાવી શકો. જેથી વિદ્યાર્થી થોડુ એકટીવ થાય પણ ત્યારપછી સાયકેલીકલ ચેક કરવામાં આવ્યું ત્યારે એવું થયું કે વિદ્યાર્થી માનસિક રીતે મુંઝાય છે એટલે સરકારે નકકી કર્યું કે ધો.૧ થી ૮માં પ્રમોશન આપવું. સરકારનો હેતુ સારો હતો પણ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે ખરેખર જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે તેને ધો.૧૦માં તકલીફ પડશે. સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારું કહેવું છે કે પહેલા વાલીઓએ સમજવું જોઈએ કે દરેક બાળકનું મગજ સરખું નથી હોતું. તો તમારા બાળકનું મગજ કેવું છે તે પહેલા ચેક કરી લેવું. દરેક બાળકના સ્વભાવ અલગ હોય છે.

તો, બાળકને જેમાં રસ છે તેમાં તેને ડેવલોપ કરો તો તે વિશ્ર્વની ટોચ સુધી પહોંચશે. મેં વિજ્ઞાન શિક્ષક તરીકે ઘણા વર્ષ કામ કર્યું છે. હજુ આજની તારીખે પણ હું કોર્ષ કરુ છું. મારી શાળાનું એક પણ વિદ્યાર્થી તન અને મનથી દુ:ખી ન થાય તેનું હું ધ્યાન રાખું છું. મારી શાળાનું મુખ્ય હેતુ એ છે કે મારા દરેક વિદ્યાર્થી પોતાનો વિકાસ કરી, માતા-પિતાના સ્વપ્નને સાકાર કરે અને સંસ્કૃતિનું વાવેતર પણ કરીએ છીએ અને ધો.૧૦,૧૧,૧૨ના વિદ્યાર્થીઓને કરીયર કાઉન્સીલનો પ્રોગ્રામ અત્યારથી ચલાવીએ છીએ અને એમાં સફળ વ્યકિતને લાવીને તેના જીવનની વાત કરીએ છીએ. એ મારા માટે ગર્વ છે અને પ્રેકટીકલ નોલેજ જ મહત્વું છે. વાસ્તવમાં બુકની સાથે પ્રેકટીકલ નોલેજનું અનુસંધાન કરવામાં આવે તો બાળકનો વિકાસ થાય છે. અમારી સ્કૂલમાં દરેક પ્રેકટીકલ પ્રવૃતિ કરાવવામાં આવે છે. અંતમાં દરેક વાલીઓને મારો મેસેજ છે કે તમારું બાળક વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ છે અને તેને પ્રેમ અને લાગણી આપીને સંસ્કારનું ઘડતર કરજો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.